આસામના સાંસદ મૌલાના બદરૂદ્દીન અજમેલ જનરલ બિપિન રાવતના નિવેદન બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપીલ કરી હતી કે, સેના પ્રમુખના નિવેદનની નોંધ લે. ડીઆરડીઓના એક કાર્યક્રમમાં બોલતા જનરલ બિપિન રાવતે કહ્યુ હતું કે, એઆઇયુડીએફ નામથી જાણીતી પાર્ટી છે જેને તમે જોશો તો તે એટલી ઝડપથી વિકસિત થઇ રહી છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઉભરી રહેલા ભાજપ કરતા પણ તેની ઝડપ વધારે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વિસ્તારમાં અરાજકતા સર્જવા માટે ચીનના સમર્થનથી પાકિસ્તાન દ્વારા શીતયુદ્ધના ભાગ તરીકે બાંગ્લાદેશીઓની ઘુષણખોરી કરાઇ રહી છે.જ્યારે તાજેતરના વર્ષોમાં આસામમાં મુસ્લિમોની વસતીમાં વધારા અંગે તેમણે એઆઇયુડીએફના ઉભરવાનું કારણ આપ્યંુ અને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના આસામમાં બાંગ્લાદેશીઓની ઘુષણખોરી અને બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઇયુડીએફ ભાજપ કરતા પણ વધુ ઝડપથી ઊભર રહી હોવાના વિવાદાસ્પદ રાજકીય નિવેદનને કારણે સમગ્ર ભારતમાં રાજકીય ભડકો થયો હતો. અજમલે ૨૦૦૫માં પોતાની પાર્ટી બનાવી હતી. તેમની પાર્ટીના ત્રણ સભ્યો હાલ રાજ્યસભામાં છે અને ૧૨૬ સભ્યોવાળી આસામ વિધાનસભામાં તેમના ૧૩ ધારાસભ્યો છે. અજમલે જણાવ્યું હતું કે, જનરલ બિપિન રાવતે આશ્ચર્ચજનક નિવેદન આપ્યું છે. રાજકીય પાર્ટીઓ બાબતે તેઓ શા માટે ચિંતિત થાય છે જે લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ છે અને આવી પાર્ટી ભાજપ કરતા વધુ ઉભરી રહી છે ? અમારી અને આપ જેવી પાર્ટીઓ મોટા પક્ષોની ગેરવહીવટને કારણે પ્રકાશમાં આવે છે. મૌલાના અજમલે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદને ટિ્‌વટ કરી જનરલના નિવેદનની નોંધ લેવા અપીલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઝાકીર હુસૈન સિકદારે કહ્યું કે, જનરલ રાવતના વિચારોએ આ વિધાનસભાના સત્રમાં પણ આશ્ચર્ય સર્જ્યું છે. જો સેના પ્રમુખ આ પાર્ટી વિરૂદ્ધ બાંગ્લાદેશમાંથી આગમન કરતા લોકોને મદદ કરતી હોવાનો પુરાવો આપે તો સરકારે તેને પ્રતિબંધિત કરવી જોઇએ.