(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રીતે આવતા લોકોની સંડોવણી આસામની ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ સાથે કરતા મોટો વિવાદ સર્જાયો છે. ડીઆરડઓના એક કાર્યક્રમમાં બોલતા જનરલ બિપિન રાવતે કહ્યુ હતું કે, એઆઇયુડીએફ નામથી જાણીતી પાર્ટી છે જેને તમે જોશો તો તે એટલી ઝડપથી વિકસિત થઇ રહી છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઉભરી રહેલા ભાજપ કરતા પણ તેની ઝડપ વધારે છે. આપણે જનસંઘની વાત કરીએ તો અત્યારે સંસદમાં તેમના બે સભ્યો છે જ્યારે અત્યારે તે સંસદ સુધીપહોંચી ગઇ છે અને એઆઇયુડીએફ આસામમાં એટલી ઝડપથી વિકસિત થઇ રહી છે. અંતે આસામનું શુ થશે અમારે ત્યાં ધ્યાન આપવાની જરૂર છે. બિપિન રાવતે કહ્યું કે, મારા મતે આપણે સમજવાની જરૂર છે પ્રાંતમાં રહેતા તમામ લોકો સાથે રહેવા આપણે તેમને પ્રોત્સાહન આપવું જોઇએ. તેઓ પોતાના સમાજ, ધર્મ અથવા જાતિ પ્રત્યે વફાદાર નથી. મારા મતે જો આપણે એ બાબતને સમજીએ તો આપણે ખુશી રહી શકીએ પણ સૌથી સારી વાત એ છે કે, ત્યાં રહેતા તમામ લોકોને ભેગા કરો અને આપણા માટે મુશ્કેલી સર્જનારા લોકોને ઓળખીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વિસ્તારમાં અરાજકતા સર્જવા માટે ચીનના સમર્થનથી પાકિસ્તાન દ્વારા શીતયુદ્ધના ભાગ તરીકે બાંગ્લાદેશીઓની ઘુષણખોરી કરાઇ રહી છે.
જ્યારે તાજેતરના વર્ષોમાં આસામમાં મુસ્લિમોની વસતીમાં વધારા અંગે તેમણે એઆઇયુડીએફના ઉભરવાનું કારણ આપ્યંુ અને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના આસામમાં બાંગ્લાદેશીઓની ઘુષણખોરી અને બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઇયુડીએફ ભાજપ કરતા પણ વધુ ઝડપથી ઊભર રહી હોવાના વિવાદાસ્પદ રાજકીય નિવેદનને કારણે સમગ્ર ભારતમાં રાજકીય ભડકો થયો છે. ભારતીય સેના દ્વારા રાજકીય તથસ્ટતા અંગે સવાલ ઉભા કરતા નિવેદન બદલ બિપિન રાવતની ચારે તરફથી નિંદા થઇ રહી છે. આસામમાં ગેરકાયદે લોકોની ઘુષણખોરી વધી રહી છે અને હવે આસામ રાજ્ય સરકારનાગરિકોની રાષ્ટ્રીય યાદી તૈયાર કરી રહી છે જેમાં ગેરકાયદે લોકોને શોધી શકાશે. બિપિન રાવતની એક રાજકીય પાર્ટી સાથે તુલના સારા સંકેત નથી આ દરમિયાન એઆઇયુડીએફ અને અન્ય રાજકીય પાર્ટીઓદ્વારા બિપિન રાવતની જોરદાર ટીકા કરી છે. આ પાર્ટીના નેતાઓએ જનરલ બિપિન રાવતની જોરદાર ઝાટકણી કાઢી હતી આ સાથે જ એઆઇએમઆઇએમે પણ રાવતના નિવેદન બદલ તેમની આકરી ટીકા કરી છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, રાજકીય પાર્ટીઓના ઉભરવા અંગે નિવેદન કરવાની સેના પ્રમુખની ફરજ નથી. જોકે, ભાજપે રાવતના નિવેદન અંગે કોઇ પ્રતિભાવ આપ્યો નથી. પણ કોંગ્રેસે રાવતને રાજયીક નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે, સેના પ્રમુખે રાજકીય નિવેદન આપવાની જરૂર નથી તેમણે પ્રોફેશનલ તરીકે કામ કરવું જોઇએ.
દરમિયાન રાવતે આ પહેલીવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી તેમણે આ પહેલા પણ ૧૫મી જાન્યુઆરીએ કાશ્મીરના શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જમ્મુ-કાશ્મીરની શાળાઓમાં ખોટી માહિતી આપવાનું અભિયાન ચલાવાય છે. તેમણે મદ્રેસા અને મસ્જિદો સામે પણ સવાલ ઉભા કર્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ કર્યો હતો. તેમણે તે વખતે એવો મત આરપ્યો હતો કે, આપણે આ બાબતો પર અંકુશ મેળવવો જોઇએ. ગત વર્ષે ચોથી નવેમ્બરે રાવતે ફિલ્ડ માર્શલ કરિઅપ્પાને ભારત રત્ન આપવા હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે,ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફને સન્માન આપવામા વિલંબ થઇ રહ્યો છે. આ નિવેદનો બદલ કેટલાક નિષ્ણાતોએ તેમને જાહેરમાં નિવેદનો ન કરવા સલાહ આપી હતી.