(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીની સાથે સારવાર માટે આવેલી મહિલાની બાળકી લઇને અજાણી મહિલા ગાયબ થઇ જતા સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કડોદરા નજીક જોલવા ખાતેની આરાધના ગ્રીનલેન્ડમાં રહેતા કેતકી મનોજરામ નિવાસ ગૌસ્વામી તેનાદિયર કપૂરચંદ ગૌસ્વામી અને બાળક સાથે સિવિલ સારવાર માટે આવ્યાં હતાં. આ દરમિયાન રડતી બાળકીને શાંત કરવા ગુજરાતી અને મરાઠી ભાષા બોલતી મહિલા લઈને આમ તેમ ફરતી ત્યારે કપૂરચંદે બાળકીનું ધ્યાન રાખવા સાત વર્ષના બાળકને સાથે મોકલ્યો હતો. પરંતુ મહિલા ઉપરના માળેથી નીચે ઉતરી ત્યારે બાળકને પાણી લેવા મોકલ્યો હતો પછી બાળક પાણી લેવા આવ્યો અને મહિલા બાળકીને લઈને ગૂમ થઈ ગઈ હતી. હાલ પરિવારની સાથે તંત્ર પણ બાળકને લઈને તપાસ કરી રહ્યું છે. આ ઘટનાને પગલે માતાનું રડીને હાલત બુરા થયા હતા.