(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૮
રેલવે સ્ટેશન પર ગતરોજ સવારે પ્લેટફોર્મ પર ટ્રેનમાંથી અચાનક એક મહિલા મુસાફર નીચે પટકાય હતી. જેનું ટુંકી સારવાર દરમિયાન મોત થયાનો બનાવ બન્યો છે. સમગ્ર બનાવ અંગેની મળતી માહિતી અનુસાર રેલવે પ્લેટફોર્મ નંબર એક પર ગતરોજ ટ્રેન આવી હતી, ત્યારે એક અજાણી મહિલા મુસાફર (ઉ.વ.૬૫)નીચે પટકાઇ હતી.આથી અન્ય મુસાફરોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સમાં જ બેભાન અવસ્થામાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું. રંગે ઘઉ વર્ણ ધરાવે છે. ઊંચાઇ ૫.૨ છે. તેણીએ શરીર પર જાંબલી ભૂરા કલરની ફુલ ડિઝાનવાળી સાડી પહેરેલ છે. આ બાનવ અંગેની વધુ તપાસ રેલવેના એએસઆઇ પ્રકાશભાઇ જીવનણભાઇ કરી રહ્યા છે. આથી વાલી યા વારસોએ રેલવે પોલીસનો સંપર્ક સાંધવો.