(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૬
શહેરના પાંડેસરા પોલીસ મથકની હદમાં બે દિવસ પહેલા એક યુવકની થયેલી હત્યાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી, ત્યાર આજે સવારે વેસુ કેનાલ રોડ ઉપરથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર વેસુ વિસ્તરમાં આવેલ ગેલ ટાઉનશીપની બાજુમાં આવેલું વેસુ કેનાલ રોડ ઉપર એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ હોવાનો મેસેજ મળતા ઉમરા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ તથા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. વધુ સત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર હત્યા થયેલ યુવકની ઉંમર ૨૫ વર્ષ હોવાનું તથા તેના માથાના ભારે કોઇ ઘાતક હથિયાર માર મારી હત્યા કરાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે મૃતકની લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાવી દેવામાં આવી છે. જ્યારે યુવકની ઓળખ તથા હત્યા કારનાર કોણ હતું અને ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી હતી તેની તપાસ હાથ ધરી છે.