નવી દિલ્હી, તા.૪
ભારતીય ટીમ ત્રીજા વનડે વિશ્વકપને પોતાના નામે કરવાના મિશનમાં લાગેલી છે. આ વચ્ચે ક્રિકેટ એક્સપટ્‌ર્સ અને પૂર્વ ક્રિકેટર ભારતીય ટીમને પોત-પોતાની સલાહ આપી રહ્યાં છે. તેવામાં એક ખાસ સલાહ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ આપી છે. પૂર્વમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રહી ચુકેલા જાડેજાએ ભારતીય ટીમ મેનેજમેન્ટને સલાહ આપી કે આ વિશ્વકપમાં મિશનમાં ટીમ ઈન્ડિયાની કમાન વિરાટ કોહલીના હાથમાં નહીં પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હોવી જોઈએ.
ધોનીને ફરી કેપ્ટન બનાવવાના મામલામાં જાડેજાએ કહ્યું કે, તે માત્ર આ ટૂર્નામેન્ટ માટે આમ ઈચ્છે છે. કારણ કે ધોનીની પાસે આગેવાનીનો શાનદાર અનુભર છે. જાડેજાએ કહ્યું, જો કોઈને લાગે કે વિરાટ ધોનીથી સારી કેપ્ટનશિપ કરી શકે છે, તો તે મારી સાથે ચર્ચા કરી શકે છે. વિશ્વમાં કોઈપણ તે ન કહી શકે કે ધોની રણનીતિ બનાવવાના મામલામાં નંબર-૧ પર નહીં પરંતુ નંબર-૨ પર આવે છે.
જાડેજાએ પસંદ કરેલી ટીમ :
રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રિષભ પંત, દિનેશ કાર્તિક, અંબાતી રાયડૂ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન.