(એજન્સી) મઉં, તા.ર૭
અત્રેની ફાસ્ટ ટ્રેક કોર્ડે બુધવારે માફિયા ડોનમાંથી ધારાસભ્ય બનેલા મુખ્તાર અન્સારી અને બીજા ૭ આરોપીઓને ૮ વર્ષ જૂના હત્યા કેસમાં છોડી મૂક્યા હતા. ન્યાયાધીશ આદિલ આફતાબ અહેમદે ધારાસભ્ય અન્સારી અને ૭ બીજા આરોપીઓને ખૂન કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. કોન્ટ્રાકક્ટર અજય પ્રતાપસિંગને ર૦૦૯માં ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં અન્સારી સહિત ૭ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી દેવાયા હતા જ્યારે બીજા ત્રણ અરવિંદ યાદવ, અમરીશ કનોજીયા, રાજુ કનોજીયાને આજીવન કારાવાસની સજા કરાઈ હતી. એક આરોપી રાજુ ચૌહાણ પોલીસ અથડામણમાં ઠાર થયો હતો. આ ઘટના બની ત્યારે અન્સારી જેલમાં હતા આજે પણ બીજા કેસો હેઠળ બાંદ્રા જેલમાં બંધ છે.