(એજન્સી) તા.૧૯
મુંબઈ પોલીસની સાયબર સેલે બોલિવૂડ અભિનેતા અને બિગબોસના પૂર્વ પ્રતિયોગી એઝાઝખાનની ધરપકડ કરવામાં આવી છે. એઝાઝની ધરપકડ ટીકટોક મામલા અંગે થઈ છેે. હાલમાં જ ટીકટોક ૦૭ ગ્રુપે તબરેઝ અન્સારી મોબ લિંચિંગ કેસમાં વિવાદિત વીડિયો બનાવ્યો હતો. એઝાઝ જેના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને આરોપીઓનું સમર્થન કર્યું હતું. સાથે જ ફેજુ નામનો વ્યક્તિ જેની વિરૂદ્ધ સાયબર સેલમાં કેસ દાખલ હતો, તેની સાથે વીડિયો બનાવી મુંબઈ પોલીસની મજાક પણ ઉડાવી હતી. એઝાઝખાને વીડિયોમાં બોલિવૂડ ફિલ્મોના ડાયલોગનો ઉપયોગ કરતા મુંબઈ પોલીસની મીમીક્રી કરી હતી. એઝાઝ આ વીડિયોમાં તે સાત આરોપીઓમાંથી એકની સાથે હતા, જેમણે મોબ લિંચિંગ કેસમાં વિવાદિત ટીકટોક વીડિયો બનાવ્યો હતો. આ લોકોએ વીડિયોમાં જણાવ્યું હતું કે, હવે કોઈ મુસ્લિમ આતંકવાદી બને તો કંઈ કહેતા નહીં ! મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સિનીયર ઓફિસર મુજબ એઝાઝખાનની ધરપકડ કરવામાં આવી છે અને તેને જલદી કોર્ટમાં હાજર કરવામાં આવશે. ભારતીય આચારસંહિતા અને આઈટી એક્ટ સેક્શન ૬૭ હેઠળ એઝાઝ પર આરોપ લગાવવામાં આવ્યો છે, જે માટે એઝાઝખાનને પાંચ વર્ષની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંનેની સજા થઈ શકે છે.