વેલિંગ્ટન, તા.રપ
ભારતીય મૂળના સ્પિનર એજાઝ પટેલનો પાકિસ્તાન વિરૂદ્ધ ઓક્ટોબરમાં રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની ઘરેલુ પ્લંકેટ શીલ્ડ ટુર્નામેન્ટમાં પટેલે ગત ત્રણ વર્ષમાં હાઈએસ્ટ વિકેટ ઝડપી અને ગતવર્ષે સર્વશ્રેષ્ઠ ઘરેલુ ક્રિકેટર તરીકે પસંદગી થઈ. મુંબઈમાં જન્મેલો એજાઝ પટેલ બાળપણથી જ ન્યૂઝીલેન્ડમાં છે. તેણે સેન્ટ્રલ સ્ટાગ્સ માટે ૪૮ વિકેટ ઝડપી છે. મુખ્ય પસંદગીકાર ગેવીન લાર્સને કહ્યું કે સેન્ટનરના ઈજાગ્રસ્ત થવાના કારણે પટેલને તક આપવામાં આવી છે.
ન્યુઝીલેન્ડ ટીમ : વિલિયમ્સન (કપ્તાન), એસ્લે, બ્લંડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, હેનરી, લાથમ, નિશોલ્સ, એજાઝ પટેલ, જીત રાવલ, ઈશ સોઢી, સાઉથી, ટેલર, વેગનેર, વોટલિંગ.