ભાવનગર, તા.ર૯
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમના સમર્થનમાં સ્ટાર પ્રચારકો અને ફિલ્મ અભિનેતા-અભિનેત્રી સહિતનાઓ સભા કરી જીતુભાઈને જીતાડવા પ્રચાર કરી રહ્યાં છે. દરમ્યાનમાં તા.ર૯ને ગુરૂવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ ભાવનગરમાં જીતુભાઈના સમર્થનમાં સભા કરશે. ભાવ. પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈના સમર્થનમાં અગાઉ હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી ભૈરવસિંહ શેખાવત, ભોજપુરી ફિલ્મના અભિનેતા મનોજ તિવારી તથા મહાભારત સિરીયલમાં દ્રોપદીના પાત્રથી જાણીતી થયેલ અભિનેત્રી રૂપા ગાંગુલી સહિતના પ્રચારકોએ સભા યોજી હતી. જીતુ વાઘાણીના સમર્થનમાં બોરતળાવ-બાલવાટિકા પાસે આજે ગુરૂવારે બપોરે ૧રઃ૩૦ કલાકે યોગી આદિત્યનાથની જાહેર સભાનું આયોજન કરાયું છે.