અમદાવાદ, તા.૯
ધોરણ ૧૨ની પરિક્ષાનું પરિણામ ૧૦ મેના રોજ જાહેર થશે. એટલે કે આવતીકાલે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ સાથે જ ગુજકેટના વિદ્યાર્થીઓનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર સવારથી જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. અને બપોર સુધીમાં તમામ સ્કૂલમાં પણ પરિણામ આવી જશે. વિદ્યાર્થીઓને વેબસાઇટ પર પોતાનો રોલ નંબર અને સ્કુલ નંબર નાખશે તો રિઝલ્ટ ચેક કરી શકશે. આમ સવારે ૯ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. ૧૦ વાગ્યા બાદ તમામ કેન્દ્રો પરથી માર્કશીટ મળશે. જો પરિણામ ધાર્યુ ન આવે તો પણ વિદ્યાર્થીઓએ હતાશ થવું નહી. પરિક્ષામાં નાપાસ થવાથી જીંદગી હારી જવાતી નથી તે ખાસ ધ્યાન રાખવું. જો કે વિજ્ઞાન પ્રવાહના આચાર્યને માર્કશીટ અને પ્રમાણપત્ર બોર્ડમાંથી મેળવવા માટે સુચના પણ આપવામાં આવી છે.