નવી દિલ્હી,તા.૧૯
ભારતીય બેટ્‌સમેન અજિંક્ય રહાણેની સોશિયલ મીડિયા પર તેના કપ્તાન વિરાટ કોહલી અને સાથી શિખર ધવને ફીરકી લીધી હતી. રહાણેએ સોમવારે રાત્રે એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે પિન્ક બોલ સાથે રમવાનું સપનું જોઈ રહ્યો છે. ભારત બાંગ્લાદેશ સામે ૨૨ નવેમ્બરે ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. ભારત બે મેચની સીરિઝમાં ૧-૦થી આગળ છે.રહાણેએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું હિસ્ટોરિક પિન્ક બોલ ટેસ્ટ વિશે સપનું જોઈ રહ્યો છું. તેની પોસ્ટ પર કમેન્ટ કરતાં કોહલીએ કહ્યું કે, “નાઇસ પોઝ જિન્કસી.” જયારે ધવને લખ્યું કે, “સપનામાં ફોટો પણ પડી ગયો.” રહાણેએ કોહલીને થેંક્યુ કહ્યું, જયારે ધવનને જણાવ્યું કે, ફોટો સપનોને નહીં- અપનોને ખીંચી હે!