છઝ્રમ્નો ખુલાસો : ગમે ત્યારે કેસ પાછા ઑપન થઇ શકે
(એજન્સી) મુંબઈ, તા.૨૫
અજીત પવાર ભાજપને સમર્થન આપી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનતાની સાથે જ તેમના વિરૂદ્ધ સિંચાઈ કૌભાંડે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. અજીત પવારને રાતોરાત આ મસમોટા કૌભાંડમાંથી ક્લિનચીટ આપી દેવામાં આવી છે. જોકે એસીબીએ આ મામલે પોતાનો ખુલાસો કર્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACP)એ એનસીપી નેતા અજિત પવારને મોટી રાહત આપી છે. એસીબીએ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળામાં અજિત પવારને ક્લિનચીટ આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ-ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધાના લગભગ ૪૮ કલાકમાં જ અજીત પવારને આશ્ચર્યજનક રીતે ક્લિનચીટ આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં થયેલા લગભગ ૭૦ હજાર કરોડના કથિત સિંચાઈ ગોટાળમાં એસીબીએ નવેમ્બર ૨૦૧૮માં અજિત પવારને જવાબદાર ઠેરવ્યા હતા. મહારાષ્ટ્ર એસીબીએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના કથિત સિંચાઈ ગોટાળામાં તેમની તપાસમાં રાજ્યના પૂર્વ નાયબ-મુખ્યમંત્રી અજિત પવાર તથા અન્ય સરકારી અધિકારીઓ તરફથી ભારે ચૂકની વાત સામે આવી છે. આ ગોટાળો લગભગ ૭૦ હજાર કરોડ રૂપિયાનો છે. જે કૉંગ્રેસ-એનસીપી પાર્ટીના શાસન દરમિયાન અનેક સિંચાઈ પરિયોજનાઓને મંજૂરી આપવા અને તેને શરૂ કરવામાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સાથે જોડાયેલો છે. અજીત પવારને રાહત આપવાને લઈને એસીબીના સૂત્રોએ કહ્યું છે કે, આ હકીકત નથી. ચિંચાઈ કૌભાંડ સાથે સંબંધીત ૩૦૦૦ પ્રોજેક્ટ તપાસના ઘેરામાં છે. આ મામલે માત્ર એ જ કેસોને બંધ કરવામાં આવ્યા છે જેમાં કંઈ પણ મળી આવ્યુ નથી. માટે એ કહેવુ ખોટું છે કે, સિંચાઈ કૌભાંડની તપાસ બંધ કરી દેવામાં આવી છે. હજી સુધી ટેંડરની તપાસ કરવામાં આવી છે પણ એસીબીને અજીત પવાર વિરૂદ્ધ કંઈ જ મળ્યું નથી. એસીબી મહારાષ્ટ્રએ ૩૦૦૦ લોકોની પુછપરછ કરી છે અને અજીત પવારને ક્લિનચીટ આપવામાં આવી નથી. જે ૯ કેસમાં અજીત પવારને રાહત મળી છે તે કેસ પુરાવાના અભાવે બંધ કરવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી બનતાં જ અજિત પવારને ભ્રષ્ટાચારના કેસોમાં ક્લિનચીટ

Recent Comments