(એજન્સી)
નવી દિલ્હી, તા. ર૬
મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્ડર વિંગે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓેપરેટિવ બેંક કૌભાંડમાં એનસીપીના સિનિયર નેતા અજીત પવાર અને અન્ય ૭૦ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગયા અઠવાડિયે બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ આ પગલાં લેવાયા છે. પાર્ટી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે ૧૦ નવેમ્બર ૨૦૧૦થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૪ સુધી મહારાષ્ટ્ર્‌ના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા નિભાવી છે. આ કેસમાં અન્ય આરોપીઓમાં પીસન્ટ્‌સ એન્ડ વર્કર્સ પાર્ટીના નેતા જયંત પાટિલ અને રાજ્યમાં ૩૪ જિલ્લાના સ્થાનાંનતરિત એકમોના અધિકારીઓનો સમાવેશ થાય છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગની ફરિયાદને આધારે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોેંધ્યો છે.