(એજન્સી) તા.૧૮
ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂકેલા ઈરફાન પઠાણે પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ જામિયા મિલ્લિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પૂર્વ બોલર આકાશ ચોપડાએ પણ પઠાણનો સાથ આપ્યો છે. આ વિદ્યાર્થી નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ રવિવારે સાંજે પ્રદર્શન કરી રહ્યા હતા. પઠાણે ટ્‌વીટ કર્યું કે રાજનૈતિક આરોપ પ્રત્યારોપની રમત હંમેશા ચાલતી રહેશે, પરંતુ હું અને અમારો દેશ જામિયાના વિદ્યાર્થીઓ માટે ચિંતિત છે. ત્યાં ચોપડાએ લખ્યું કે સંપૂર્ણ દેશમાં શિક્ષણ સંસ્થાઓમાંથી આવી રહેલી તસવીરોથી દુઃખી છું. આંખોમાં આંસુ છે તે અમારામાંથી એક છે. આ બાળકો અમારા દેશનું ભવિષ્ય છે. તાકાતના બળે અવાજને દબાવીને આપણે ભારતને મહાન બનાવી શકતા નથી. તેનાથી તમે માત્ર તેમને ભારતની વિરૂદ્ધ કરી દેશે.
સીએએના વિરોધ પ્રદર્શન પછી દિલ્હી પોલીસે જામિયા પરિસરમાં પ્રવેશ કર્યો. જાફરાબાદ પૂર્વ દિલ્હીનો મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. હિંસક પ્રદર્શનને જોતા સાવધાની રાખતા દિલ્હી મેટ્રોએ આ વિસ્તારમાંથી એડીને આવેલા હોલકમ, જાફરાબાદ અને મોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા હતા.
સરાય જુલનિયા મથુરા રોડ પર સ્થિત આ પરિસરમાં જ્યારે સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ તો પોલીસે પરિસરમાં ટીયરગેસ છોડ્યો અને લાઠીચાર્જ કર્યો.
ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં ડીટીસી બસને સળગાવી દેવામાં આવી. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. દિલ્હી પોલીસે જો કે યુનિ. પરિસરમાં ઘૂસવાની વાતને નકારી છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના પોલીસ કમિશનર ચિન્મય બિસ્વાલે પણ જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન કરનારા લોકોને માત્ર પાછળ કરવામાં આવ્યા અને પોલીસે કોઈ પ્રકારની ફાયરિંગ કરી.
તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસવાળાઓએ જોયું કે તેમની પર પથ્થરકારો મારો કરવામાં આવી રહ્યો છે તો તેમણે એવું કરનારાઓને ઓળખવા અને તેમને પકડવાનો પ્રયાસ કર્યો.