(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
શહેરના ભાગળ વિસ્તારના ટાળર રોડ ઉપર ઓટોરિક્ષા અને કાર વચ્ચે ગમ્ખવાર અક્સ્મત માં રિક્ષા પલ્ટી મારી જતાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થવા પામી હતી.જેણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર એક ઓટો રીક્ષા (જીજે.પ. એકસએકસ. ૬૦૮૬)નો ચાલક બે મહિલાઓને રિક્ષામાં બેસાડી ભાગળથી ઝાંપા બજાર તરફ આવતો હતો. પુરપાટ ઝડપે આવતા ઓટો રિક્ષાના ચાલકે રાજમાર્ગ પર ઝાંપા બજારની સામે રસ્તો સ્પીડમાં જ ક્રોસ કરવાની લ્હાયમાં રોંગ સાઈડે કટ મારી હતી જોકે આ દરમિયાન સામેથી આવતી સ્કોડા કાર સાથે ઘડાકાભેર અથડાવી દીધી હતી. કાર સાથે થેયલા અકસ્માતને પગલે રીક્ષા ફંગોળાઈ હતી અને પલ્ટી મારી ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે મહિલા રીક્ષા નીચે દબાઈ ગઈ હતી. અકસ્માત બાદ રીક્ષા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.