(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૧૫
બોડેલી તાલુકાના ચલામલી ગામે ગ્રામ પંચાયત રોડની પાછળના ભાગમાં કૃષિ વિષયક ખેતીની મુખ્ય લાઈન પસાર થાય છે આ મુખ્ય લાઈનના તાર એટલી હદે નીચે લબડી પડ્યા છે કે ત્યાંથી કાળજી રાખ્યા વિના જો પસાર થવામાં આવે તો મોટી દુર્ઘટના કે અકસ્માત થાય તેમ છે. ખેડૂતો દ્વારા લાઈનમેન બોડેલી ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. રાજકીય નેતા દ્વારા ફોન કરાવવામાં આવે તો શુક્રવારે ચોક્કસ ટીમ આવી જશે તેમ કહી લોલીપોપ આપી રહ્યા છે. ચોમાસામાં ત્યાંથી પસાર થતાં કોઈ ખેડૂતને અકસ્માત થશે ત્યારે અધિકારીઓ જાગશે ? તેવો સવાલ લોકો કરી રહ્યા છે.