અલવરમાં તાજેતરમાં એક શખ્સની હત્યાના કેસમાં એવી ચિંતાજનક માહિતી બહાર આવી રહી છે કે હિંસક ટોળા સામે જેનું રક્ષણ કરવાની જેના પર જવાબદારી હતી એ પોલીસે માત્ર ૪ કિ.મી. દૂર આવેલી હોસ્પિટલમાં લઇ જતા અઢી કલાક જેટલો સમય ન લીધો પરંતુ તેને હોસ્પિટલ લઇ જતા પહેલા તેના પર કદાચ હુમલો પણ કર્યો હોવો જોઇએ.
રાજસ્થાનના અલવર જિલ્લાના લાલનવાડી ગામ નજીક એક જંગલ દ્વારા બે ગાયો લઇને ૨૮ વર્ષનો અકબરખાન ઉર્ફે રકબારખાન જઇ રહ્યો હતો ત્યારે એક ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. ટોળાએ તેને ગાયોનો તસ્કર હોવાનો શક કર્યો હતો. જો કે પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લીબર્ટીઝ (પીયુસીએલ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે અકબર પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે તેણે સ્થાનિક ગૌરક્ષકોના જૂથને ખંડણી આપવા ઇન્કાર કર્યો હતો.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તે જીવતો હતો પરંતુ હોસ્પિટલમાં તેને મૃત હાલતમાં લાવ્યો હોવાનું જાહેર થયું હતું. ધી ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા હાથ ધરાયેલ સ્વતંત્ર તપાસ અનુસાર એએસઆઇ મોહનસિંહ જ્યારે રૂટિન પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમને રાત્રે ૧૨.૪૧ કલાકે વિહિપના ગૌરક્ષા સેલના વડા નવલકિશોર શર્મા તરફથી કોલ આવ્યો હતો. શર્માએ એક ગાયોનો તસ્કર ઝડપાયો હોવાની વાત કરીને પોલીસને એલર્ટ આપી હતી. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે જવા રવાની થઇ હતી. અકબર એ વખતે કાદવમાં પડ્યો હતો અને જીવતો હતો.
પોલીસ ત્યારબાદ તેને ૨ કિ.મી દૂર આવેલ કેટલીક ઝૂંપડપટ્ટીમાં લઇ ગઇ અને સ્થાનિક લોકો પાસે તેનો કાદવ ધોવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કિશોર નામના એક માણસને તેની રીક્ષા ગાયોને લઇ જવા માટે જણાવ્યું હતું. તેમણે અકબરના કપડાં પણ બદલવાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પહાેંચ્યા હતા પરંતુ રસ્તામાં ચાની દુકાને પણ રોકાયા હતા. અહી ંં કહાણી વધુ ઘેરી બને છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની એક મુલાકાતમાં શર્માએ જણાવ્યું હતું કે પોલીસે તેના કપડાં બદલવામાં મદદ કરી હતી અને પૂછપરછ વખતે તેના પર હુમલો કર્યો હતો. જ્યારે હું રાત્રે ૩ વાગ્યાની આસપાસ અલવર રોડ પર આવેલ સુધાસાગર ગૌશાળામાં જ્યારે ગાયોને પહોંચાડવા રવાના થયો હતો. હું જ્યારે ગૌશાળા ગયો ત્યારે અકબર જીવતો હતો અને પાછો આવ્યો ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો.
આમ અકબરના મૃત્યુમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. અલવરના રામગઢના ત્રણ વખત ચૂંટાયેલા ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ પણ એવું કહીને આ મામલાને નવો વળાંક આપ્યો છે કે પીડિતનું મોત ઘટના સ્થળે નહીં પરંતુ પોલીસ કસ્ટડીમાં મારપીટને કારણે થયું છે. સાથેસાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે લોકોએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવો જોઇએ નહી અને પોલીસને જાણ કરવી જોઇએ.
આ સમગ્ર મામલામાં ક્ષોભજનક સ્થિતમાં મૂકાયેલ રાજસ્થાન સરકારના મુખ્ય પ્રધાન વસંુંધરા રાજેએ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ સંદર્ભમાં રાજસ્થાનના ડીજીપીએ આ કેસમાં તપાસ કરવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ટીમની રચના કરવા અને અહેવાલ સુપરત કરવા આદેશ કર્યો હતો. આ સમિતિમાં ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) એનઆરકે રેડ્ડી, એડીશનલ ડીજીપી (સીઆઇડી- ક્રાઇમ બ્રાાંચ) પીકેસિંહ, આઇજી (જયપુર રેંજ હેમંત પ્રિયદર્શી અને રાજ્યના નોડલ ઓફિસર (ગૌરક્ષા) મહેન્દ્રસિહ ચૌધરીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધર્મેન્દ્ર યાદવ, પરમજીતસિંહ અને નરેશ શર્માનો સમાવેશ થાય છે. પોલીસ હજુ વધારાના આરોપીઓને શોધી રહી છે. રાજસ્થાનના ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાએ પોલીસ દ્વારા પીડિત અકબરખાનને હોસ્પિટલ લઇ જવામાં થયેલ વિલંબ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર પીડિતને હોસ્પિટલ લઇ જવામાં પોલીસ દ્વારા વિલંબ થયો હતો. અમે આ વિષે તપાસ કરીશું અને શક્યતા હશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું.
આમ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠાવવાની બાબતમાં લિંચીંગમાંથી પોલીસ પાશવતા સામે ધ્યાન વાળવા માટેનો આ એક પ્રયાસ હોઇ શકે પરંતુ અકબરખાનની હત્યામાં પોલીસની સંભવિત સંડોવણી ટાળી શકાય નહીં. તેના કારણે અકબર પર બે વખત હુમલો જાતે બની બેઠેલા ગૌરક્ષક જૂથો કે જેમના પર ખંડણીનું રેકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તેમણે ખંડણી નહીં આપનાર રેડ્ડી ફાર્મર્સ પર હુમલા કર્યા હતા ત્યારબાદ પોલીસે ગૌ-તસ્કરીના આરોપસર આધારિત પૂછપરછ દરમિયાન પોલીસે પીડિત પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
(સૌ. : સબરંગ ઈન્ડિયા)