(એજન્સી)
વોશિંગ્ટન,તા.૨૬
૨૦૧૫માં જ્યાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના (જીસીસી) વડાઓની એક બેઠક યોજી હતી એ કેમ્પ ડેવિડ સમિટમાં એક નેતાએ લીબિયાની અસ્થિરતા અને ચાલી રહેલા આંતરવિગ્રહ અંગે ફરિયાદ કરી હતી ત્યારે ઓબામાએ જવાબ આપ્યો હતો કે તેનો ઉકેલ અત્રે આ રુમમાં જ છે. લીબિયાના નેતા મુઆમર ગદ્દાફી અને તેમના શાસનનું ઓક્ટો.૨૦૧૧માં પતન થયંુ ત્યારથી કતાર અને સંયુક્ત આરબ અમીરાત વિરોધી પાર્ટીઓને સમર્થન આપી રહ્યા છે જેમાંના કેટલાક પોતાને ઇસ્લામવાદીઓ ગણાવે છે એવા દોહા પ્રેરિત ક્રાંતિકારી જૂથો પોતાને ઇસ્લામવાદી ગણાવે છે પરંતુ અલ-કાયદા કે આઇએસ સાથે પોતે કનેક્શન ધરાવે છે એવું કહેતા નથી. યુએઇ દ્વારા ગદ્દાફી લશ્કરના અવશેષોમાં રોકાણ કરવામાં આવ્યું હતું. લીબિયા ફોલ્ટ લાઇન આરબ જગત સુધી લંબાવવામાં આવી છે. ટ્યૂનિશિયામાં કતારે ઝાઇન અલ-આબિદીને બેનઅલીને ઉથલાવવામાં સમર્થન આપ્યું હતું. સઉદી અરેબિયાએ ઊથલાવેલા આ સરમુખત્યારને નિવૃત્તિ આશ્રય આપ્યો હતો. માત્ર સીરિયામાં જ સઉદી અને કતારીઓ એક જ બાજુ હોય એવું જણાય છે. સઉદી અરેબિયા સાથે અલગ થઇને અમીરાતે સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને ગુપ્ત રીતે સમર્થન આપ્યું હતું. ઇરાન બાબતે કતાર અન્ય જીસીસી સભ્યો સાથે હતું. જો કે દોહા રિયાધ કરતા અબુધાબીની વધુ નિકટ હતું. સઉદી અરેબિયા પોતાને આરબ દેશોના નેતા તરીકે માને છે અને ઇરાનને કટ્ટર હરીફ ગણે છે જ્યારે કતાર યુએઇ અને કુવૈત જેવા નાના દેશો તહેરાન પ્રત્યે અલગ અલગ રીતે વર્તે છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાયા ન હોત તો એક બાજુ કતાર અને બીજી બાજુ સઉદી અને અમીરાત વચ્ચે પ્રાદેશિક અસંતોષનો ચરુ ઉકળતો રહ્યો હોત. જ્યારે કટેકટી ઊભી થઇ ત્યારે દોહા એકમાત્ર એવી રાજધાની ન હતી કે જેને આશ્ચર્ય થયું હોય, વોશિંગ્ટન પણ આવી રાજધાની હતી. પ્રથમ બે સપ્તાહમાં અમેરિકાએ એવો ગૂંચવાડો દાખવ્યો હતો કે તે ટ્રમ્પ વહીવટી તંત્રની મહત્વની બાબત બની ગઇ હતી. આમ અખાતી પ્રદેશોમાં સ્થિતિ મડાગાંઠ જેવી જણાય છે કારણ કે પ્રત્યેક પક્ષકાર અન્ય વગર નવી વાસ્તવિકતા સાથે સમાયોજન સાધી લે છે.