(એજન્સી) તા. રપ
સમાજવાદી પાર્ટી (એસપી) અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું કે આરએસએસના દિશાનિર્દેશ પર કામ કરી રહેલી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર નફરતને વધારવામાં જોડાયેલી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સમાજવાદી નેતા કર્પુરી ઠાકુરની જયંતિ પર આયોજિત સભાને સંબોધિત કરતા યાદવે જણાવ્યું કે ભારત ગંભીર સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારત પાછળ રહી ગયો છે. ભાજપ સત્તામાં આવી છે. તેણે નફરત ફેલાવવા અને સમાજને તોડવાનું કામ કર્યું છે. બંધારણની શપથના સ્થાને તે આરએસએસના નિર્દેશો પર કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે ભાજપે કોઈ કામ કર્યું નથી. બસ આખી- આખી રાત જાગીને ષડયંત્રની રણનીતિ બનાવે છે. ભ્રમિત કરવાને પોતાની ઉપલબ્ધિ બતાવે છે. જનતા હવે ભાજપથી મુક્તિ ઈચ્છે છે. લોકતંત્રને બચાવવા માટે સમાજવાદી પાર્ટી અને બસપાના ગઠબંધનનો જ વિકલ્પ છે.
પંજાબ કેસરી પર છપાયેલા સમાચાર મુજબ અખીલેશ યાદવે જણાવ્યું કે ભાજપે લગભગ ૪૦ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે માટે તેનું સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી ગઠબંધન પર ટિપ્પણી કરવી અલોકતાંત્રિક છે. ભાજપ સત્તા પર કબજો કરવા માટે વ્યાકૂળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂઠ બોલવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નોટબંધીથી સંપૂર્ણ અર્થવ્યવસ્થા ધ્વસ્ત કરી નાખી છે. જીએસટીથી વેપારી હેરાન છે. કાળું નાણું પરત તો ના આવ્યું પરંતુ ભારતની બેંકોના નાણા લઈને ઉદ્યોગપતિ વિદેશ ભાગી ગયા છે. ભાજપ નેતા હમીરપુર, જાલોનમાં ગેરકાયદેર ખનન કરાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે સમાજવાદી સરકારના વિકાસ કાર્યોની કોઈ સરખામણી કરી શકતું નથી. શિક્ષણ, આરોગ્ય્‌, માર્ગ વિસ્તારોમાં સમાજવાદી સરકારના કાર્યોની બધા પ્રશંસા કરે છે. શેરડીના ખેડૂતોને ઈ.સ.ર૦૧૮-૧૯ની બાકી રકમ ના મળવાના કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક છે. શામલી સ્થિત સુગર મિલની સામે હજારો ખેડૂતો એક અઠવાડિયાથી શેરડીની કિંમત ના મળવા તેમજ બાકીની રકમની ચૂકવણીના થવાને કારણે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. પાછલા વર્ષની શેરડીની બાકી રકમની ચૂકવણી અત્યાર સુધી થઈ નથી. ખેડૂતો દુઃખી અને આક્રોશિત છે. યાદવે જણાવ્યું કે ઉત્તર પ્રદેશથી જ ભારતના રાજકારણનું ભાગ્ય નક્કી થાય છે. સમાજવાદી પાર્ટી ભાજપથી ડરવાની નથી. ભાજપ ચૂંટણી આવતા જ દગો આપનારી જાહેરાત કરી રહી છે. તેનાથી સાવધાન રહેવાનું છે. ભાજપની ચાલ જનતા સમજી ગઈ છે. દેશને નવા વડાપ્રધાન મળવા જોઈએ. દેશ નવી સરકાર અને નવા વડાપ્રધાનની રાહ જોઈ રહી છે.