(એજન્સી) તા.૧૮
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આજે પત્રકારોને જણાવ્યું કે, કાશ્મીરમાં સુરક્ષા બળો પર થઈ રહેલા હુમલાઓ અંગે પાકિસ્તાન પાસેથી બદલો લેવા દેશની જનતા, તમામ પાર્ટીઓ, બધા લોકો એકજૂથ થઈને સરકારની સાથે છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ. દેશની સીમાઓ સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત રહેશે. ત્યારે દેશમાં સમૃદ્ધિ આવશે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા અખિલેશ યાદવે જણાવ્યું કે, આ સરકાર પ વર્ષ ચાલી. સીઆરપીએફ જવાનોની સાથે થયેલી ઘટનામાં ઈન્ટેલિજન્સ ફેલિયરનો કેસ સામે આવી રહ્યો છે. તેના માટે કોણ જવાબદાર છે. અખિલેશ યાદવે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આટલા દિવસ ચાલ્યા છતાં પણ ઈન્ટેલિજન્સને સક્ષમ કેમ બનાવી શકી નહીં. અખિલેશે જણાવ્યું કે, દેશમાં લોકસભાની ચૂંટણી પણ થવાની છે, સીમાઓની સુરક્ષા પર હોવી જોઈએ. દેશની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. સરકાર જણાવે કે તે શું કરી રહી છે. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ દેશ સેનાની સાથે છે. કાશ્મીર સીમા પર અત્યારે પણ ઘટનાઓ થઈ રહી છે. એક પ્રશ્નના જવાબમાં અખિલેશે જણાવ્યું કે, બુલેટ ટ્રેનની નહીં જવાનોના બુલેટ પ્રૂફ જેકેટની જરૂર છે.
સીઆરપીએફ જવાનોની સાથે થયેલી ઘટના પછી પણ ભાજપ દ્વારા સતત ચૂંટણી રેલીઓ કરવાના પ્રશ્ન પર અખિલેશે જણાવ્યું કે, દરેક પાર્ટીએ પોતાનો કાર્યક્રમ રોક્યો છે તો સત્તાધારી પાર્ટીએ પણ પોતાનો કાર્યક્રમ રોકીને દેશની સીમાઓ વિશે વિચારવું જોઈએ. અખિલેશે અન્ય એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, જવાનોના કુટુંબીજનોને આજે રપ લાખ રૂપિયા મળી રહ્યા છે તે પણ સમાજવાદી સરકારમાં શરૂ થયા હતા. યુપી સરકારે પણ અન્ય રાજ્યોની સરકારો પાસેથી શીખવું જોઈએ અને જવાનોના પરિવારની મદદ માટે આગળ આવવું જોઈએ. મહાપુરૂષોની જયંતી પર રાજ્યમાં રજાઓ રદ કર્યા પછી સંત રવિદાસ જયંતી પર રાજ્ય સરકાર દ્વારા ફરીથી રજા જાહેર કરવાના પ્રશ્ન પર અખિલેશ યાદવે જણાવ્યું કે, હવે સરકારને જનતાની વચ્ચે જવાનું છે, માટે સરકાર આ બધું કરી રહી છે. જનતા ચૂંટણીની રાહ જોઈ રહી છે.
દેશને બુલેટ ટ્રેનની નહીં, જવાનો માટે બુલેટ પ્રૂફ જેકેટની જરૂરત છે : અખિલેશ યાદવ

Recent Comments