(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરૂવારે પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેગા વીડિયો કોન્ફરન્સના આયોજન બદલ ભાજપની ટીકા કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુરૂવારે ૧ કરોડથી વધુ ભાજપ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સાથે દેશના ૧પ,૦૦૦ અલગ-અલગ સ્થળોએ એકત્રિત થઈને વીડિયો કોન્ફરન્સ કરી હતી જેને પણ વિશ્વની સૌથી મોટી વીડિયો કોન્ફરન્સ ગણાવે છે. આ મુદ્દે સપા અધ્યક્ષે કહ્યું કે, જ્યારે સમગ્ર દેશ રાજકારણથી ઉપર ઊઠી ભારતીય તરીકે સરકાર સાથે ઊભો છે ત્યારે ભાજપ બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંપર્ક સાધી રેકોર્ડ બનાવી રહ્યું છેે. ભાજપના સમર્થકો પણ આનાથી શરમ અનુભવી રહ્યા છે. પરિસ્થિતિ કેટલી પણ ખરાબ હોય પરંતુ આ ‘શૂટ-બૂટ’વાળા ભાજપના ઉત્સવ જારી રહેશે. નિંદનીય.