(એજન્સી) લખનૌ,તા.રપ
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે બોલિવુડ અભિનેતા અક્ષયકુમાર સાથે વડાપ્રધાન મોદીની ખાસ મુલાકાત અંગે પ્રહાર કર્યા છે.
અખિલેશ યાદવે ટવીટર પર લખ્યું કે તમે કંઈ નવું જાળ્યું ? સાંભળ્યું છે જનતાએ ભાજપનો નવો અર્થ શોધી કાઢયો છે. ભાજપ એટલે ભાગતી જનતા પાર્ટી કારણ કે પ્રધાનમંત્રી પ્રેસ વાર્તાથી ભાગે છે. કારણ કે ૧પ લાખ અને રોજગાર ના મુદ્દે ભાજપના નેતાઓ પત્રકારો અને જનતાથી ભાગે છે. વિકાસ પૂછી રહ્યો છે કે પ્રધાનની આ બાળકને ઓળખ્યો ? આ ખજાનચી છે જે નોટબંધીની લાઈનમાં પેદા થયા છે. હવે તો પણ જીદ કરે છે કે અમે પણ ભાજપ વિરૂધ્ધ મતદાન કરીશું. ત્યારે અમે કહ્યું કે બેટા હજુ તું નાનો છે. તારી સાથે ખરાબ વર્તન કરે તેવી સાથે તું ખરાબ વર્તન કરે તે સારી વાત નથી.
કોંગ્રેસે ટાઈમ્સ બાકીના ટવીટની રીટવીટ કરી બતાવ્યું કે ર૬ એપ્રિલે મોદીની વારાણસીમાં પ્રેસ વાર્તાની વાત નકારી રીટવીટમાં લખ્યું કે તમારાથી નહીં થાય ફેકુ મોદી કોંગ્રેસ આ ટવીટ દ્વારા એવું કહેવા માગે છે કે વડાપ્રધાન મોદી કદી પણ પત્રકાર પરિષદનો સામનો નહી કરી શકે.