(એજન્સી) લખનૌ, તા.રપ
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની ખૂબ જ આલોચના કરી છે. એમણે કહ્યું કે ભાજપ સોશિયલ મીડિયાનો ઉપયોગ ધર્મ અને કોમો સામે નફરત ફેલાવવા માટે કરે છે. એમણે કહ્યું આ પ્રકારનું વલણ લોકશાહી માટે ભય ઊભું કરનાર છે જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ માહિતીની ટીકા કરે છે એને પોતે સોશિયલ મીડિયા ઉપર ભોગ બનવું પડે છે અથવા સરકારી એજન્સીઓ દ્વારા ત્રાસનો સામનો કરવો પડે છે. ભાજપનો મુખ્ય એજન્ડા સામાજિક માળખાને છિનભિન્ન કરી કોમી એખલાસ બગાડવાનો, આર્થિક અસંતોષ ઊભું કરવાનો અને રાજકારણમાં મૂલ્યોને ખતમ કરવાનો છે. એમણે ભાજપ ઉપર વિકાસ નહીં કરવાના આક્ષેપો મૂકયા અને ખોટો પ્રચાર માટે ખર્ચ કરવાના આક્ષેપો મૂકયા. એ કહે છે કે, યુપીના મુખ્યમંત્રી ઉ.પ્ર.ના બધા જ ૭પ જિલ્લાઓની મુલાકાતો લઈ ચૂકયા છે અને વડાપ્રધાન મોદી પ૦થી વધુ દેશોની મુલાકાત છેલ્લા ૪ વર્ષમાં કરી ચૂકયા છે પણ એનું પરિણામ શું ? એનો કોઈ જવાબ નથી. કોઈપણ વિદેશી રોકાણો આવ્યા નથી, બેરોજગારી, ફૂગાવો, ખેડૂતોનો અસંતોષ, ગુનાઓ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બધી જ વાતો બગડતી જ જાય છે. લોકો કહે છે કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે જેલમાં કરાયેલ હત્યાઓનો સરકાર પાસે કોઈ જવાબ નથી રાજ્ય પ્રેરિત ગુંડાશાહી વધી રહી છે.