(એજન્સી) જેરુસલેમ,તા.૧
જેરુસલેમમાં આવેલ અલ-અક્સા મસ્જિદમાં રમઝાનનાં ત્રીજા શુક્રવારે હજારો પેલેસ્ટીનીઓએ જુમ્માની નમાઝ અદા કરી હતી.
હજારોની સંખ્યામાં નમાઝીઓએ પેલસ્ટિનિયન પ્રાંતોના હસ્તગત આવેલ પવિત્ર શહેરમાં ઇઝરાયેલ સૈન્ય દ્વારા લગાવવામાં આવેલ અંકુશ વચ્ચે નમાઝ અદા કરી હતી. સૌપ્રથમ એક યુવાન દ્વારા મસ્જિદમાં દાખલ થયા બાદ હજારો અલ-અક્સા મસ્જિદમાં દાખલ થયા હતા.
નમાઝીઓ જ્યારે કબજા હેઠળ આવેલ જેરુંસલેમમાં શહેરમાં દાખલ થયા ત્યારે ઇઝરાયેલી સૈન્યના ચેક પોઈન્ટ ખાતે સૈન્ય અને લોકો વચ્ચે તણાવ ઉભો થયો હતો.
ગત શુક્રવારે આશરે ૨૦ હજાર લોકોએ ઇઝરાયેલી સૈન્યના આકરા અંકુશ વચ્ચે કબજા હેઠળ આવેલા જેરુંસલેમમાં નમાઝ અદા કરી હતી.