નવી દિલ્હી, તા. ૧૩
અલ-કાયદા આતંકવાદી સંગઠને મ્યાનમારમાંથી ૪,૦૦,૦૦૦ લોકોએ સુરક્ષાના ભાગરૂપે પલાયન થઇ બાંગ્લાદેશમાં શરણ લેનારા રોહિંગ્યા મુસ્લિમોને સમર્થન કરવાનું આહ્‌વાન કરતા મ્યાનમારને ચેતવણી આપી હતી કે, તેણે તેના ગુનાઓ માટે સજાનો સામનો કરવો પડશે. ૨૫મી ઓગસ્ટથી રોહિંગ્યા મુસ્લિમોને આતંકવાદી ગણાવી તેમના પર પોલીસ તથા સેનાના કેમ્પો પર હુમલા કરવાનું ષડયંત્ર કરવાના આરોપ લગાવી અમાનવીય રીતે કત્લેઆમ ચલાવાઇ રહી છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના અમેરિકાના હુમલામાં સામેલ આતંકવાદી સંગઠને કહ્યું છે કે, તેમના મ્યાનમારના મુસ્લિમ ભાઇઓ માટે મદદ, હથિયાર અને સૈન્ય મદદ માટે તૈયાર છે. અલ કાયદાના નિવેદનમાં જણાવાયું છે કે, અમારા મુસ્લિમ ભાઇઓ પર કરાયેલી જંગાલિયતને સજા વિના માફ નહીં કરાય. મ્યાનમાર સરકારે અમારા મુસ્લિમ ભાઇઓએ જે સહન કર્યું છે તે તેણે સહન કરવું પડશે. અલકાયદો મ્યાનમારના મોટા શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે અમારા બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને ફિલિપીન્સના મુજાહિદ ભાઇઓને તેમના મુસ્લિમ ભાઇઓની મદદ કરવા આહ્‌વાન કર્યું છે, આ અંકે તમામ તૈયારીઓ અને તાલીમ લેવા પણ જણાવી દીધું છે.