અહીં પ્રસ્તુત કરવામાં આવેલી તસવીરો તમને પાણીના ધોધનો શોરબકોર, પક્ષીઓનો કોલાહલ અને શાંત ધુમ્મસને પણ સાંભળતા કરી દેશે. આપણે ઈચ્છીએ કે આ તસવીરોની જેમ આખી દુનિયા શાંતિપૂર્ણ હોત તો કેવું ? વિશેષરૂપે પાકિસ્તાનની વિજેતા તસવીર ત્યાં ઘટતી અરાજક ઘટનાઓથી તદ્દન વિપરીત છે.

વિકીમીડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ધ વિકી લવ્સ અર્થ કોન્ટેસ્ટ’ની વૈશ્વિક આવૃત્તિમાં ર૬ દેશોમાંથી ૮પ૦૦થી પણ વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો અને એક લાખથી પણ વધુ તસવીરો આ હરિફાઈ માટે રજૂ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં વિજેતા બનનારને ઈટલીના એસીનો લારીઓ ખાતેની વિકીમીડિયા ર૦૧૬ની પરિષદમાં હાજર રહેવાની તક મળી હતી. અહીં સ્પર્ધાની શ્રેષ્ઠ ૧પ તસવીરો રજૂ કરવામાં આવી છે.

ઓસ્ટ્રીયાના કારિંથીયામાં આવેલ વોલેયર સમુદ્ર અને તેની આસપાસના રમણીય નજારાને તસવીરમાં કેદ કરી લેવામાં આવ્યું છે, ગમે તેવા નિરસ  માનવીને પણ બેઘડી રસિક બનાવી દે તેવું આ દૃશ્ય છેે