(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૩
જર્મન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ૧૯૧૯માં લખેલા પત્રની અમેરિકામાં હરાજી કરવામાં આવી હતી. આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેમની પત્ની સાથે છૂટાછેડા અને બાળકોના શિક્ષણનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. અમેરિકામાં થયેલ હરાજીમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પત્રના ર૧,૪૯ર ડોલર મળ્યા હતા. નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને પત્રમાં બે હસ્તાક્ષર કર્યા હતા. જેમાં એકમાં ‘આલ્બર્ટ’ અને બીજા ‘પાપા’ લખ્યું હતું. અમેરિકાના આરઆર હરાજી ઘટના રિપોર્ટ મુજબ આલ્બર્ટના પત્રમાં અસાધારણ લેખન હતું જેમાં આલ્બર્ટ તેમના કુટુંબના જીવન અને વિજ્ઞાનના વારસાનો ઉલ્લેખ કર્યો હતો. પત્રનું માપ ૯ટ૧૧ ઈંચ હતું અને સારી સ્થિતિમાં પણ હતું. પત્રની શરૂઆતમાં આઈન્સ્ટાઈને તેમની પત્ની મિલેવા મેરીક સાથેના છૂટાછેડાની અને પુત્ર હેન્સ આલ્બર્ટના શિક્ષણની વાત લખી હતી.