(એજન્સી) નવી દિલ્હી,તા.૯
રામ જન્મભૂમિ વિવાદ મામલે સુનાવણી માટે સુપ્રીમકોર્ટે વિશેષ ત્રણ જજોની બેન્ચની રચના કરી દીધી છે. શુક્રવાર દીપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ ન્યાયાધીશની બેન્ચ અયોધ્યા મામલે સુનાવણી કરશે. ભગવાન શ્રી રામલલ્લા વિરાજમાન સહિત દરેક પક્ષોએ રામ જન્મભૂમિ અયોધ્યાને ત્રણ સરખે ભાગે વહેંચી દેવાના અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. આ સુપ્રીમકોર્ટની બેન્ચમાં જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર પણ જસ્ટિસ દીપકના વડપણ હેઠળની કેસની સુનાવણી કરશે અને અયોધ્યા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે અલ્હાબાદ હાઇકોર્ટના ત્રણ જજોની બેન્ચે ૩૦ સપ્ટેમ્બર ર૦૧૦ના રોજ બે એકના બહુમથી નિર્ણય સંભળાવતા બાબરી શહીદ હેઠળની જમીનને રામલલ્હ વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ વચ્ચે ત્રણ સરખે ભાગે વહેંચવા મામલે આદેશ આપી દીધો હતો. દરેક પક્ષોએ આ મામલે ચુકાદાને સુપ્રીમમાં પડકાર આપ્યો હતો. સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ અરજી વિચારવા અર્થે સ્વીકારી ૯ મે ર૦૧૧ના રોજ હાઇકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે આપી દીધો હતો. સાથે જ કહ્યું હતુંં કે આ કેસ લંબિત રહેવા સુધી સંબંધિત પક્ષકારો બાબરી મસ્જિદ અંગે યથાસ્થિતિ જાળવી રાખશે. ગત મંગળવારે સુપ્રીમકોર્ટે વેબસાઇટ પર નોટિસ આપી ૧૧ ઓગસ્ટના રોજ બપોરના બે વાગ્યે ત્રણ ન્યાયાધીશની વિશેષ બેન્ચની આ મામલે સુનાવણી કરવાની માહિતી આપી હતી. આ પ્રથમ અવસર છે જ્યારે સુપ્રીમકોર્ટે અયોધ્યાના બાબરી શહીદ કરવા મામલે કોઇ પંચની રચના કરી છે. તમને જણાવી દઈએ કે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક અરજી કરી જલદી સુનાવણી કરવા અરજી કરી હતી. જેના પર કોર્ટે વહેલી તકે આ કેસની પતાવટ કરવાનું આશ્વાસન આપ્યુંં હતુંં. સ્વામીએ કહ્યું હતુંં કે આ કેસ છેલ્લા સાત વર્ષોથી પડતર છે જેનો ઉકેલ વહેલી તકે આવવો જોઈએ. અગાઉ પણ સ્વામીએ એક અરજી કરી બાબરી મસ્જિદના શહીદ થયેલા ભાગમાં પૂજા અર્ચના કરવાનો અધિકાર માગ્યો હતો અને તેમની અરજી પર જાતે ચર્ચા કરવાનો પણ હક માગ્યો હતો.