(એજન્સી) લખનૌ તા. ૨૬
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા અંગે શુક્રવારે પુષ્ટિ કરી હતી. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પુષ્ટિ કરતા કહ્યું કે, ઘણા સમયથી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું વિચારી રહ્યા હતા. આ પહેલા અલ્હાબાદમાં આવેલ પવિત્ર સ્થાનોને લીધે શહેર પ્રયાગ નામથી જાણતું હતું. ત્રણ મુખ્ય નદીઓ રાજ્યમાંથી પસાર થાય છે. જેમાં ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ થાય છે. ૧૨ વર્ષની અંદર યોજાતા કુંભના મેળા માટે પણ અલ્હાબાદ જાણીતું છે. મીડિયાના સૂત્રો મુજબ ૨૦૧૯માં આવતા કુંભમેળામાં અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાના બેનરો લગાવવામાં આવશે. ૧૫૮૦માં મુઘલ બાદશાહ અકબરે પ્રયાગનું નામ બદલીને અહીંયા અલ્લાહનો સ્થળ હોવાથી તેનું નામ અલ્હાબાદ રાખ્યું હતું.