(એજન્સી) અલીગઢ, તા.ર૬
ભાજપના ધારાસભ્ય સહેન્દ્રસિંહ રમાલાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)નું નામ બદલીને મહારાજા પ્રતાપ યુનિવર્સિટી રાખવા સરકાર પાસે લેખિતમાં માગ કરીછે. ધારાસભ્યે કેન્દ્ર સરકાર અને પ્રદેશ સરકારને આ સંદર્ભમાં પત્ર લખ્યો છે. આ પત્રમાં રમાલાએ જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નામ બદલી નાખવામાં આવે તો ત્યાં ધર્મ અને વ્યક્તિ વિશેષ પર થતી રાજનીતિ ખતમ થઈ જશે અને ક્યારેય વિવાદ ઊભો થશે નહીં રમાલાએ એએમયુનું નામ બદલીને મહારાજા મહેન્દ્ર પ્રતાપ યુનિ. રાખવા કહ્યું છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ અલીગઢ મુસ્લિમ યુનિ. માટે મહારાજા મહેન્દ્ર પ્રતાપે તેમના વંશજોની જમીન દાનમાં આપી હતી. આથી મહારાજા પ્રતાપના જ નામ પર યુનિ.નું નામ રાખવું જોઈએ. સહેન્દ્ર સિંહ રમાલા બાગપતના છાપરોલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. હાલમાં જ આરએલડીમાં હાંકી કઢાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા છે.