(એજન્સી) તા.૧૨
નાગરિકતા સુધારા બિલને લોકસભા પછી રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ અને હવે તે કાયદો બનવા તરફ અગ્રેસર છે જ્યારે દેશભરમાં આ બિલનો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શિક્ષક સંઘેિએએમયુટીએી બુધવારે કહ્યું હતું કે નાગરિકતા સુધારા બિલ પસાર તો થઈ ગયો પણ આ એક કાળો દિવસ છે. આ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી કાળો દિવસ મનાવાશે. આ દરમિયાન એએમયુટીએએ બુધવારે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને તેમાં નાગરિકતા સુધારા બિલ મુદ્દે ચર્ચા કરાઈ હતી. તેમણે કહ્યું કે ભાજપે બહુમતીના આંકડાના જોરે ન્યાયને જ કચડી નાખ્યો. દરમિયાન કહેવાયું કે આ સ્વતંત્ર ભારતના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. એએમયુટીએએ જાહેરાત કરી હતી કે તે શુક્રવારે શાંતિપૂર્ણ દેખાવો કરશે અને તમામ શિક્ષકો સ્ટાફ ક્લબથી લઈને ફૈઝ ગેટ સુધી માર્ચનું આયોજન કરશે અને તેના પછી ભારતના રાષ્ટ્રપતિને સંબોધતાં જિલ્લા વહીવટીતંત્રને એક આવેદન સુપરત કરશે.આ દરમિયાન તેમણે પ્રસ્તાવમાં દેખાવો કરનારા ૫૨૦ જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાના નિર્ણયની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મંગળવારે રાત્રિ દરમિયાન કેમ્પસમાં શાંતિ પૂર્ણ જ દેખાવો કરાયા હતા. શિક્ષક સંઘે આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ સામેથી ફરિયાદ પાછી ખેંચી લેવાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે નાગરિકોનો મૂળભૂત અધિકાર છે કે તે શાંતિપૂર્વક દેખાવો કરે અને સરકાર તથા પોલીસ દ્વારા તેમના અધિકારોનો છીનવવાનોપ્રયાસ કરાઈ રહ્યો છે.
CABને પસાર કરવાનો દિવસ કાળા દિવસોમાંથી એક : AMUTA

Recent Comments