(એજન્સી) તા.ર૦
યોગી સરકાર હવે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની તૈયારી કરી રહી છે. અલીગઢનું નામ બદલવાની સૌપ્રથમ કવાયત કલ્યાણસિંહે પોતાના મુખ્યમંત્રી રહેતા કરી હતી પરંતુ કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હોવાના કારણે ઉદ્દેશ સફળ થઈ શકયો નહીં. શહેરોના નામ બદલવાની કવાયત આગ્રાને અગ્રવન કરવાની સાથે ફરીથી શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ પાછલા ઘણા સમયથી ચાલી રહેલી અલીગઢને હરિગઢ કરવાની માંગ ઉઠવા લાગી છે. યોગીરાજમાં વર્ષ ર૦૧૮કમાં આઝમગઢનું નામ આર્યમગઢ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવાની તૈયારી કરવામાં આવી હતી જેની સાથે જ સાંસદ સતીષ ગૌતમ તેમજ શહેર ધારાસભ્ય સંજીવ રાજાએ અલીગઢને હરિગઢ કરવાની માંગ શાસન સ્તર પર કરવામાં આવી હતી. જો કે, સૌપ્રથમ વિશ્વ હિન્દુ પરિષદે વર્ષ ર૦૧પમાં અલીગઢમાં એર પ્રદેશવ્યતી બેઠકમાં પ્રસ્તાવ પાસ કરી અલીગઢનું નામ હરિગઢ કરવાની વાત કરવામાં આવી હતી. ભાજપ મહાનગર ઉપાધ્યક્ષ સુબોધ સ્વીટીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહે ૧૯૯રમાં મુખ્યમંત્રી રહેતા શહેરનું નામ હરિગઢ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હોવાના કારણે શક્ય થઈ શકયું નહીં. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ પોતાના જુદા જુદા કાર્યકાળમાં નવા જિલ્લા બનાવી તેનું નામકરણ દલિત તેમ પછાત વર્ગ સાથે જોડાયેલા સંતો તેમજ મહાપુરૂષોના નામે કર્યું હતું તે સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. સાંસદ સતીષ ગૌતમે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ અલીગઢને તેનું પ્રાચીન નામ હરિગઢ અપાવવાની માંગ ઉઠાવવામાં આવી ચૂકી છે. શાસન સ્તર પર પણ જાણ કરાવવામાં આવી છે. હરિગઢ નામ હોવું જોઈએ.