(એજન્સી) અલીગઢ, તા.૧૮
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીની અત્યંત પ્રંશસા કરતાં તેને ભારતીય રાષ્ટ્રવાદ અને મૂલ્યોનું શ્રેષ્ઠ ર્દષ્ટાંત કહ્યું છે. જ્યાં વિભિન્ન ધર્મ, મૂલ્યો, સાંસ્કૃતિ અને ભાષાકીય ભિન્નતામાંથી આવતાં લોકો સંકલિત થઈને ફળદાયી રૂપે કામ કરે છે. પ્રણવ મુખરજીએ ભારતના સ્વપ્નર્દષ્ટવા નેતા સર સૈયદ અહમદ ખાનની ૨૦૦મી જન્મજયંતિ નિમેત્તે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપતાં આ અંગે નિવેદન આપ્યું હતું. એએમયુના સ્થાપક સૈયદ અહમદખાનની દ્વિશતાબ્દી પર્વના સંભારભને સંબોધીત કરતાં સર સૈયદ અહમદખાનની પણ પ્રશંસા કરી હતી. સૈયદ અહમદખાનની સામાન્ય લોકોને આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સશક્ત કરવાની વિચારધારાને બિરદાવી હતી. તેમજ ભારતીય યુનિવર્સીટીની સ્થિતિ પર શોક પણ વ્યક્ત કરતાં મુખરજીએ કહ્યુ કે, વિશ્વની ટોપ યુનિવર્સીટીઓમાં ભારતની યુનિવર્સીટી ઘણી દૂર છે. તેને સંશોધન અને આધુનિકતા લાવવાની જરૂર છે. આપણી સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ સાથે પાયાના સંશોધન અને નવીનતા કેળવવામાં નિષ્ફળ નીવડી છે. વધુમાં સલાહ આપી હતી કે, મુક્ત વિચારો સાથે સંચાલિત થઈ શકે તેવા વૈજ્ઞાનિક અભિગમના આધાર પર સંસ્થાઓ સ્થપાઈ હતી. એએમયુના આ દ્વિશતાબ્દી મહોત્સવમાં એએમયુના જૂના હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.