(એજન્સી)નવી દિલ્હી, તા.ર૮
અભિનેત્રી ઈશા કોપ્પિકરે રવિવારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપમાં સામેલ થયા બાદ ટ્‌વીટ કર્યું હતું. આ ટ્‌વીટમાં ઈશાની સાથે નીતિન ગડકરીની પણ તસ્વીર હતી. આ ટ્‌વીટને રીટિ્‌વટ કરતા આમ આદમી પાર્ટી (આપ)ની નેતા તેમજ ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાએ ભાજપ નેતાઓ પર કટાક્ષ કરતા લખ્યું કે, બેટી બચાવો. ક્યાંક ચોકલેટ સમજીને ગળી ના જાય.
જો કે સોશ્યલ મીડિયા યુઝેર્સને તેમનું આ ટ્‌વીટ ગમ્યું નહીં અને તેમણે આપ ધારાસભ્ય અલકા લાંબાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, જેમાં કેટલાક કથિત પત્રકાર પણ સામેલ હતા. લોકોએ અલકા લાંબાના આ ટ્‌વીટ પર અનેક વિવાદિત કમેન્ટ પણ કર્યા જો કે પોતાના ટ્‌વીટ પર કમેન્ટ જોઈ અલ્કા શાંત રહી નહીં અમે તેમણે ટ્રોલર્સ્ટને જવાબ પણ આપ્યો. અલકા લાંબાએ પોતાના ટ્‌વીટમાં લખ્યું કે ભાજપ નેતાઓને મહિલાઓના ચહેરા ચોકલેટ જેવા લાગે છે તેની પર કેટલાક સંધી દલાલ પત્રકારોને કોઈ વાંધો હોતો નથી. જો કે મહિલાઓને આવા ભાજપ નેતાઓથી સાવધાન રહેવાની સલાહ આ કહીને આપું છું કે ધ્યાન રાખો ક્યાંક ચોકલેટ સમજીને ગળી ના જાય, આ વાત પર સંધી પત્રકારોને ઘણા મરચા લાગ્યા.