(એજન્સી) નવી દિલ્હી, તા.૪
‘આપ’ છોડી કોંગ્રેસ સાથે જોડાનાર રાજકારણી અલકા લાંબાએ એક ટ્‌વીટ દ્વારા આજતક ન્યૂઝ ચેનલની જાણીતી એન્કર અંજના ઓમ કશ્યપ ઉપર નિશાન તાક્યું છે. અલકાએ પોતાના ટ્‌્‌વીટમાં અંજના ઓમ કશ્યપના બદલે અંજના ઓમ મોદી લખી નાંખ્યું અને એટલે સુધી કહી દીધું કે, એમણે પત્રકારિતા છોડી અન્ય વ્યવસાય અપનાવી લેવું જોઈએ. ગઈકાલે ટીવી ઉપર યોજાયેલ એક ચર્ચામાં અંજના અને અલકા વચ્ચે ઉગ્ર દલીલો થઈ ગઈ. અલકાએ આક્ષેપો મૂકયા કે, ‘આજતક’ ચેનલ એક ખાસ એજન્ડા હેઠળ એમની ઘેરાબંદી કરી રહ્યું છે અને સમગ્ર ચર્ચાને અન્ય મુદ્દે વાળી રહ્યા છે. અલકા લાંબાએ ટ્‌વીટમાં લખ્યું, અંજના ગઈકાલે તમે મને લાઈવ ચર્ચામાં કહી રહ્યા હતા કે, તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું સન્માન કરો છો અને રેપ પીડિતાનું નામ મેં લીધું હતું, કંઈક તો શરમ કરો. અલકાને જવાબ આપતા અંજનાએ કહ્યું, જે દિવસનું મારું આ ટ્‌વીટ છે એ દિવસે બધા હૈદરાબાદની પીડિતાનું નામ લઈ રહ્યા હતા. એ પછી કુટુંબની તરફે સ્થાનીય પ્રશાસને ગાઈડલાઈન બહાર પાડી નામ નહીં લેવા જણાવ્યું અને એને દિશા નામ અપાયું હતું. શોમાં જે થયું એનું આ સત્ય છે. ટીવી પરના લાઈવ શોમાં હૈદરાબાદની પીડિતાનું નામ લેવા બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. અલકાએ કહ્યું કે, જેમણે પણ પીડિતાનું નામ જાહેર કરી ચર્ચા કરી છે એમને જેલ મોકલવો જોઈએ. જો કે, અંજનાએ અલકાને પીડિતાનું નામ નહીં લેવા જણાવ્યું હતું.