(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
સીબીઆઈમાં અધિકારીઓના વિવાદના મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આકરા સવાલો પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ કેસમાં ટોચના બે અધિકારીઓ વચ્ચે રાતોરાત વિવાદ નથી ઊભો થયો. સુપ્રીમે જણાવ્યું કે આ આ એવો મામલો નથી જેમાં સરકારે તાત્કાલિક પસંદગી સમિતિ સાથે વાતચીત કર્યા વગર બન્ને ડાયરેક્ટરની સત્તા આંચકી લેવા તેમજ તેમને રજા પર ઉતારવાની ફરજ પડી છે. સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા સામ-સામા ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે કેન્દ્રે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતરી જવા ફરમાન કરતા તેમણે કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેની ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી. બંન્ને પક્ષોની દલીલ બાદ સુપ્રિમે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું કે કેન્દ્રે સ્વીકાર્યું છે કે આ પ્રકારની સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી ઉદ્ભવી હતી. બેન્ચે જણઆવ્યું કે જો કેન્દ્ર સરકારે સીબીઆઈ ડાયરેક્ટરની શક્તિઓ પર રોક લગાવતા પહેલા પસંદગી સમિતિની મંજૂરી લીધી હોત તો કાયદાનું વધુ સારી રીતે પાલન થઈ શક્યું હોત. સુપ્રીમ કોર્ટના મતે સરકારની કાર્યવાહી સંસ્થાના હિતમાં થવી જોઈએ. ગુરુવારે સીબીઆઈ વિવાદની સુનાવમી દરમિયાન સુપ્રીમ કોર્ટનું કડક વલણ નજરે પડ્યું હતું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે સરકારે ૨૩ ઓક્ટોબર ના સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માના પાવર્સ પરત ખેંચવાનો રાતોરાત નિર્ણય શા માટે લીધો. ગોગોઈએ પૂછ્યું કે જ્યારે વર્મા થોડા મહિનામાં નિવૃત થવાના હતા તો વધુ થોડો સમય રાહ જોવામાં શું ખાટું-મોળું થઈ જાત. આ ઉપરાંત કેન્દ્રે નિર્ણય લેતા પૂર્વે પસંદગી સમિતિ સાથે ચર્ચા શા માટે ના કરી? આવા આકરા પ્રશ્નો ચીફ જસ્ટિસ ગોગોઈએ પૂછ્યા હતા.
તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સીવીસી આ નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે, અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સોલિસિટર જનરલે જણાવ્યું કે સીવીસીનો આદેશે નિષ્પક્ષ હતો, બે ટોચના અધિકારીઓ લડી રહ્યા હતા અને મહત્વના કેસોને છોડીને એક બીજા વિરુદ્ધ કેસની તપાસમાં લાગી ગયા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે સીબીઆી ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે એટલા માટે દખલગીરી કરી કારણ કે તેઓ બિલાડીને જેમ લડી રહ્યા હતા. કેન્દ્રે સીબીઆઈની વિશ્વસનિયતા અને અખંડતાને સુનિશ્ચિત કરવા માટે હસ્તક્ષેપ કર્યો. બુધવારે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ કે કે વેણુગોપાલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચને જણાવ્યું કે, સરકાર આશ્ચર્યચકિત હતી કે બે ટોચના અધિકારી શું કરી રહ્યા છે. તેઓ બિલાડીની માફત ઝઘડી રહ્યા હતા. અદાલતે ત્યારે કહ્યું હતું કે, તે સુનાવણી પર નક્કી કરશે કે, શું સરકાર પાસે પસંદગી સમિતિની સહમતી વિના સીબીઆઇ પ્રમુખ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર છે કે નહીં. આ પસંદગી સમિતિમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિ સામેલ હોય છે. આલોક વર્મા તરફથી વકીલ ફલિ નરિમાન હાજર રહ્યા હતા.

CBI વિવાદ : આસ્થાનાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા કહ્યું, ‘આલોક વર્મા સામે થતી CVCની તપાસને સરકાર પૂર્ણ કરે”

સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા પાસેથી સત્તા પાછી મેળવી એમને ફરજિયાત રજા ઉપર મોકલવાના સરકારના નિર્ણય સામે આલોક વર્માએ કરેલ અરજીની સુનાવણી થઈ રહી છે. કોર્ટે કહ્યુ ંકે, એટોર્ની જનરલના કહેવા મુજબ હાલની સ્થિતિની શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી. સરકારને કાર્યવાહીની ભાવના સંસ્થાના હિતમાં હોવી જોઈએ. એવું નથી કે બંને અધિકારીઓ વચ્ચે રાતોરાત આટલો મોટો વિવાદ થયો હોય. રાકેશ અસ્થાનાએ કોર્ટમાં જણાવ્યું કે, આલોક વર્મા સામે તપાસ કરતી સીવીસીએ સંપૂર્ણપણે તપાસ કરી પરિણામ લાવવું જોઈએ. મુકૂલ રોહતગીએ કહ્યું સરકારે આસ્થાના સાથે પણ આવું જ વર્તન કર્યું છે. ફલી નરીમને કહ્યું કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર પાસેથી તમામ સત્તાઓ છીનવી લીધી હતી. સીવીસીએ કોર્ટમાં જણાવ્યું કે, અમે તપાસ શરૂ કરી પણ આલોક વર્માએ મહિનાઓ સુધી દસ્તાવેજો જ આપ્યા ન હતા. જો અમે કાર્યવાહી નહીં કરીશું તો અમે રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ તરફ જવાબદાર રહીશું. સીવીસીએ કહ્યું કે, અસાધારણ પરિસ્થિતિઓમાં અભૂતપૂર્વ સમાધાનની જરૂર છે. સીબીઆઈના અધિકારીઓ કેસોની તપાસના બદલે એકબીજાની તપાસ કરી રહ્યા હતા. અમારી સીબીઆઈ ઉપર વરિષ્ઠતા છે. જે આશ્ચર્યજનક અસાધારણ પરિસ્થિતિઓ માટે હોય છે. ગઈકાલે સરકારે જણાવ્યું હતું કે, બંને અધિકારીઓ વચ્ચેના ઉગ્ર વિવાદના પગલે સંસ્થાની પ્રતિષ્ઠા સાચવવા અમને દરમિયાનગીરી કરવી પડી અને બંનેને રજા ઉપર ઉતારી દેવા પડ્યા.