(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
રાજદ્રોહના ગુનાના આરોપી અલ્પેશ કથીરિયાની આગોતરા જામીન અરજીની દલીલો પૂરી થઈ ગયા બાદ ઓર્ડર ૨૦મીએ થવાની શક્યતાઓ રહેલી છે. જોકે , આજે આ ઓર્ડર થવાનો હતો, પરંતુ સંજાગોવશાત આગોતરા જામીનનો ઓર્ડર થયો ન હતો. એવું બચાવ પક્ષના એડવોકેટે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી પોલીસ મથકમાં ડીસીપી મકરંદ ચૌહાણે હાર્દિક, ચિરાગ અને વિપુલ દેસાઈ વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ દાખલ કરી હતી. ચાર્જશીટમાં આરોપી કલ્પેશ કથીરિયાને પકડવાનો બાકી હોવાનું દર્શાવવામાં આવતા તેણે એડવોકેટ દ્વારા એક આગોતરા જામીન અરજી સુરત સેશન્સ કોર્ટમાં કરી હતી. જેની દલીલો મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળા તથા બચાવ પક્ષના એડવોકેટે કરી હતી બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ આજે ઓર્ડર થવાનો હતો, પરંતુ હવે ૨૦મી ઓક્ટોબરના રોજ અલ્પેશ કથીરિયાની આગોતરા જામીનનો ઓર્ડર થશે.