(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
છેલ્લાં ચારેક દિવસથી પોલીસ અને અલ્પેશ કથિરીયા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં સુરત પોલીસે અલ્પેશના જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી.જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીના રાજદ્રોહ કેસમાં તાજેતરમાં જ અલ્પેશનો જામીન પર છુટકારો થયો હતો. પોલીસે કોર્ટમાં જામીન રદ કરવાની અરજી કરતા અલ્પેશની મુશ્કેલી વધશે. જો કે, કથિરીયાનું કહેવું છે કે અમે કાયદાકીય રીતે આગળ વધીશું. છેલ્લાં ચારેક દિવસથી વાહન ટોઇંગના મુદ્દે સુરત પોલીસ અને અલ્પેશ કથીરિયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. અલ્પેશ કથીરિયાએ પોલીસને ભાંડેલી બેફામ ગાળોને કારણે સુરત પોલીસે રાજદ્રોહ કેસમાં સુરત કોર્ટે આપેલા શરતી જામીન રદ કરવાની અરજી કરી છે.