અમદાવાદ,તા.૧૪
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ હાંસિયામાંં ધકેલાઈ ગયેલા અલ્પેશ ઠાકોરે એલઆરડી આંદોલનમાં ઝંપલાવી દીધું છે. તેમજ આંદોલનકારી મહિલાઓના સમર્થનમાં અલ્પેશે સરકારને ચીમકી પણ ઉચ્ચારી છે કે, સરકારે જે પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી જેમાં કઈ કર્યું નથી. ત્યારે સરકાર ૪૮ કલાકમાં આ મુદ્દે નિર્ણય લે. નહીં તો ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરશે. એવી ચીમકી અલ્પેશે ઉચ્ચારી છે. ત્યારે હાંસિયામાં ધકેલાયા બાદ શું અલ્પેશે ભાજપ સરકાર સામે બળવો કરવાનું રણશીંગુ ફુંકયું છે કેમ ? ગાંધીનગરમાં અનામતને લઈને મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવખત અલ્પેશ ઠાકોરે ભાજપને ધમકી આપતા જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર ઝડપથી નિર્ણય લે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ૧/૮/૨૦૧૮નો ઠરાવ ગેરબંધારણીય હોવાનું જણાવ્યું છે. જેણે લઈને સરકાર ૪૮ કલાકમાં નિર્ણય નહીં લાવે તો પદયાત્રા કરવા જણાવ્યું હતું. અલ્પેશ ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર સુધી પદયાત્રા કરશે. અલ્પેશે કહ્યું કે, ગાંધીનગરમાંર્ ંઓબીસી/એસટી/એસસીની બહેનો ૬૪ દિવસથી આંદોલન કરી રહી છે. અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને એલઆરડી ભરતી મુદ્દે અલ્ટીમેટલ આપ્યુ છે. ત્યારે એક તરફ ટ્રમ્પ ભારત આવવાના છે અને હવે આ રીતે અનામતનો મુદ્દો વધુને વધુ આગ પકડી રહ્યો છે જેમાં એક પછી એક કોંગ્રેસી અને ભાજપી નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, ૪૮ કલાકમાં નિવેડો નહી લાવે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી કે, રાજ્ય સરકારે ઠરાવમાં સુધારા અથવા રદ કરવાની ખાતરી આપી હતી. હજુ સુધી સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.