અમદાવાદ, તા.૫
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું સોંપી દીધું હતું. અલ્પેશ ઠાકોરના આ વલણથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના કાર્યકરો-સમર્થકોએ એક તબક્કે અલ્પેશ ઠાકોરની વિરૂદ્ધમાં જોરદાર સુત્રોચ્ચારો પોકાર્યા હતા કે, અલ્પેશ ઠાકોર ૨૦ કરોડોમાં વેચાયો છે. ગદ્દાર અલ્પેશ હાય…હાય…ના નારાઓ અને સૂત્રોચ્ચારને પગલે વિધાનસભા પ્રાંગણ ગુંજી ઉઠયુ હતુ અને રાજકારણ ગરમાયુ હતું. તો બીજબાજુ, કોંગ્રેસના આ સુત્રોચ્ચારોથી અલ્પેશ ઠાકોર અને તેના સાથી ભાજપના ધારાસભ્યોમાં સોંપો પડી ગયો હતો.