(સંવાદદા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બદલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ વહેલી ગેરલાયકાત બાદ તેઓ ચૂંટણી ના લડી શકે તેવી માંગ કરતી અરજીમાં વિધાનસભા અધ્યક્ષ તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સમયની માંગ કરી. આ પહેલા અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કરી ચૂક્યા છે જેમાં તેમણે જણાવ્યું છે કે જ્યારે આ પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે તેણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તેથી આ પિટિશન ટકવા પાત્ર નથી તથા પોતે ધારાસભ્ય ના હોય તેવા તબક્કે તેમની સામે ગેરલાયકાત અંગેની કાર્યવાહી ના થઈ શકે. આ મામલે વધુ સુનાવણી ૪થી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.