અમદાવાદ,તા.૧૪
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા અલ્પસંખ્યક તથા વિકલાંગ સમુદાયના લાભાર્થીઓને રોજગારી વ્યવસાય માટે તથા શૈક્ષણિક હેતુ માટે ધીરાણના ચેક વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તા.૧૯-૮-ર૦૧૭ને શનિવારના રોજ સવારના ૧૦.૦૦ વાગ્યાથી ર.૦૦ વાગ્યા સુધી ઓડિટોરીયમ હોલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ, સેકટર નં-૧ર, પથિકાશ્રમ-એસ.ટી. ડેપો સામે ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમાર, રાજય કક્ષા મંત્રી કેશાજી ચૌહાણ, અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન એમ.કે. ચિશ્તી તથા અન્ય પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં અલ્પસંખ્યક અને િંદવ્યાંગ વર્ગના આશરે ૬૦૦ લાભાર્થીઓને રૂા.૬ કરોડ સુધીની ધીરાણ સહાય કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીએ અલ્પસંખ્યક નિગમની વર્ષ ર૦૦૧થી બાકી ૩૬ કરોડ રૂા.થી વધુનું વ્યાજ અને દંડનીય વ્યાજ માફ કરવાનો સરાહનીય નિર્ણય અમલમાં મુકેલ છે.