(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
એસ.ડી. જૈન સ્કૂલમાં આચાર્યની ઓફિસમાં જ એબીવીપીએ ધરણા યોજી શાળા દ્વારા કાઢી મૂકાયેલ ૧૧ વિદ્યાથીઓને શુક્રવાર સુધી પ્રવેશ આપવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો પ્રવેશ ન અપાય તો શનિવારે એબીવીપી વધુ સમર્થકો સાથે શાળા સમક્ષ વિરોધ પ્રદર્શન કરશે.
એસ.ડી. જૈન શાળામાં ફીના મુદ્દે આંદોલન કરી રહેલ વાલીઓ પૈકી જેમની સક્રિય ભૂમિકા હતી તેવા આંદોલનકારી ૧૧ વાલીઓના બાળકોને શાળા દ્વારા પોષ્ટથી એલસી મોકલાવી કાઢી મૂકવામાં આવ્યા છે. શાળાએ એલસીમાં બાળકની શાળા છોડવાનું કારણમાં ‘સ્કૂલ પ્રત્યે વાલીઓનું ગેરવર્તણૂક’ દર્શાવવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રકરણ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની ફીના મુદ્દે આંતરિક લડાઈનું છે તેમાં નિર્દોષ અને બ્રિલીયન્ટ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાખમમાં મુકાયું છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નો ભુષણ વાનખેડેની આગેવાની હેઠળ આજે સવારે એસ.ડી. જૈન સ્કૂલમાં આચાર્યની ઓફિસમાં ધસી જઈ ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા તાત્કાલિક ઉમરા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ઉમરા પોલીસની હાજરીમાં એબીવીપીના આગેવાનોએ જણાવ્યું કે, સંચાલકો અને વાલીઓની લડાઈમાં વિદ્યાર્થીઓનો શું વાંક છે ૯૦ થીશ્વ ૯૨ ટકા મેળવનારા બ્રિલીયન્ટ વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેતા તેમનું ભવિષ્ય અંધકાર હોય હોવાનું જાણી વિદ્યાર્થીઓને ઊંઘ નથી આવતી અને આ ઉમરમાં જ તેમનું બ્લડપ્રેશરની દવા ગળવાની ફરજ પડી છે. પોલીસની મધ્યસ્થી વચ્ચે એબીવીપી દ્વારા શાળા સંચાલકોને શુક્રવાર સુધી ૧૧ બાળકોને એલસી પકડાવી છે તે તમામને પ્રવેશ આપવાનું અલ્ટીમેટમ આપ્યું છે. નહીંતર શનિવારે વધુ સમર્થકો સાથે એબીવીપી વિરોધ પ્રદર્શન કરશે.