National

અમરનાથ હુમલો : શિવસેનાએ પીએમ મોદીને ૫૬ ઈંચની છાતી પૂરવાર કરવાનો પડકાર ફેંક્યો

(એજન્સી) મુંબઈ, તા. ૧૧
અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલા ઉગ્ર કાર્યવાહી અને બદલો લેવાની માંગણી કરતાં શિવસેનાએ મંગળવારે કહ્યું કે નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દાઓ કાશ્મીરમાં આતંકવાદ પર લગામ કસવા નિષ્ફળ નીવડ્યાં છે. શિવસેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે આવા પગલાંથી કામ ચાલવાનું નથી પરંતુ તેને બદલે પાકિસ્તાનને એવો સંદેશો મોકલવા કે સરકાર ૫૬ ઈન્ચની છાતી ધરાવે છે કહેવા માટે કડક પગલાં ભરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદી હુમલાઓને સાંખી લેવાની જરૂર નથી. હુમલાની ટિકા કરવા માત્રથી કામ ચાલવાનું નથી તેને કડક હાથે કામ લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી સાત લોકોએ જીવ ગુમાવ્યો. હવે કડક પગલાં ભરવાનો સમય આવ્યો છે. ૧૯૯૬ ની એક ઘટનાને યાદ કરતાં સંજય રાઉતે કહ્યું કે તે વખતે આતંકવાદીઓ અમરનાથ હુમલાની ધમકી આપી હતી પરંતુ તે વખતે શિવસેનાના તત્કાલિન વડા બાલસાહેબ ઠાકરેએ પણ વળતી ધમકી આપતાં એવું કહ્યું હતું કે જો અમરનાથ યાત્રાના એક પણ યાત્રીનુ મોત થશે તો સમગ્ર ભારતમાંથી હજયાત્રાને લઈ જતાં એક પણ વિમાનને ઉડવા દેવામાં નહીં આવે. આને પરિણામે અમરનાથ યાત્રા શાંતિથી સંપ્પન થઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.