(એજન્સી) શ્રીનગર,તા.૨૭
અમરનાથ યાત્રા શરૂ થવામાં બે દિવસ બાકી છે ત્યારે હિઝબુલ મુજાહિદ્દીનના આંતકી ગ્રુપે કાશ્મીરમાં દેખીતી રીતે કહ્યું છે કે, તેઓનો યાત્રાળુઓ પર હુમલા કરવાનો કોઈ ઈરાદો નથી. હિઝબુલ મુજાહિદ્દીનના ઓપરેશન કમાન્ડર રિયાઝ અહમદના અવાજમાં રેકોર્ડ કરેલ ઓડિયો મેસેજમા યાત્રાળુઓને સુરક્ષાની ચિંતા કર્યા વગર યાત્રા કરવા કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ૧૫ મિનિટના ઓડિયો મેસેજમાં રિયાઝ અહમદએ કહ્યું કે, ‘તમને સુરક્ષાની કોઈ જરૂર નથી તમે અમારા મહેમાન છો.’ તેમણે એમ પણ જણાવ્યું કે, કાશ્મીરો પંડિતો જે વર્ષ ૧૯૯૦માં ખીણ માંથી જતા રહ્યા હતા તે પાછા ફરે, પણ હિઝબુલ ગ્રૂપને તેમના અલગ રહેવામાં વાંધો છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વાઇદએ કહ્યું હતું કે, અમરનાથ યાત્રાને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે, યાત્રા પર આંતકી હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યા છે. મેસેજમાં તેમણે જણાવ્યું કે, અમે અમરનાથ યાત્રા પર હુમલો કરવાનો કોઈ પ્લાન નથી બનાવી રહ્યા, અમે કયારેય હુમલો નહીં કરીએ.
યાત્રાળુઓ અહીંયા ધાર્મિક કર્તવ્યથી આવે છે. અમારી લડાઈ યાત્રાળુઓ સાથે નથી. અમે કયારેય યાત્રા પર હુમલો નહીં કરીએ. અમારી લડાઈ અમારા સાથીઓ પર અત્યાચાર ગુજારનારોઓ સાથે છે. એ લોકો અમને બંદૂક ઉઠાવવા માટે મજબૂર કરે છે. તેમણે આગળ ઉમરેતા કહ્યું. હિઝબુલની લડાઈ ભારતના લોકોની વિરુદ્ધમાં નથી, નાયકુ જે દક્ષિણ કાશ્મીર અને સુરક્ષા સૈન્ય મોસ્ટ-વોન્ટેડ લિસ્ટમાં હોવા સાથે જણાવ્યું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુરુવારે વાર્ષિક અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ યાત્રા દક્ષિણ કાશ્મીર અને સેન્ટ્રલ કાશ્મીરના બળતાલથી શરૂ થશે. ગતવર્ષે અનંતનાગ ખાતે અજાણ્યા આંતકીઓ દ્વારા યાત્રા પર હુમલો કરતા આઠ યાત્રાળુના મોત થયા હતા.