નવી દિલ્હી, તા.૩૦
આઈપીએલ અંબાતી રાયડુએ ચેન્નાઈ માટે ૧૬ મેચોમાં ૬૦ર રન બનાવ્યા. ટુર્નામેન્ટમાં ચેન્નાઈ માટે સૌથી વધારે રન બનાવનાર આ બેટ્‌સમેને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. રાયડુએ હવે પોતાના એક અંધ વિશ્વાસનો ખુલાસો કર્યો છે. તેનું માનવું છે કે આનાથી તેને ઘણો ફાયદો થયો છે. ચેન્નાઈ ટીમના પોતાના સાથી હરભજનસિંહના યુ ટયુબ ટોક શોમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે. હૈદરાબાદના આ બેટ્‌સમેને કહ્યું કે, તે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી પાસે દરવર્ષે એક-બેટ લે છે. આ વર્ષે તો ગાળો બોલીને બેટ આપ્યું છે. વાતચીત દરમ્યાન રાયડુએ લક્ષ્મણ, સચિન તેન્ડુલકર અને પોન્ટિંગને પોતાના આદર્શ ગણાવ્યા. તેણે કહ્યું કે, જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે લક્ષ્મણ મારા આદર્શ હતા જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો ત્યારે હું સચિન અને પોન્ટિંગ પાસેથી ઘણું બધું શીખ્યો.