(એજન્સી) બેંગ્લોર, તા. ૨૪
બેંગ્લોરમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર ત્રણ દિવસીય સેમિનારના સમાપનમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં એવું કહેવામાં આવ્યું કે હાલમાં સત્તા પર કબજો જમાવી રહેલી દમનકારી રાજકીય અને સામાજિક તાકતો ભારતીય સમુદાયના તાણાવાણાની ઉપેક્ષા કરી રહી છે અને આઝાદીની ચળવળ દ્વારા ઘડવામાં આવેલા ભારતના વિચારો તથા બંધારણ પર ગંભીર જોખમ ખડું કરી રહ્યા છે. આને કોઈ પણ ભોગે અટકાવવાની જરૂર છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલા સેમિનારમાં એવું પણ કહેવામાં આવ્યું સત્તાસ્થાને બેઠેલી દમનકારી તાકાતો જાણીજોઈને અને પદ્ધતિસર આપણા સમાજના સંસ્થાનોને તોડી રહી છે અને આપણા રાષ્ટ્રના તાણાવાણાને ખતમ કરી રહી છે. ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન મોદી તથા તાજેતરની ટોળાકીય હિંસાના સીધા ઉલ્લેખ વગર બેંગ્લોર જાહેરનામા દેશની તમામ રાજ્ય સરકારોને બંધારણને બચાવી લેવાનું આહ્‌વાન કરવામાં આવ્યું. રાજ્ય સરકારોએ મૂળભૂત અધિકારો અને બંધારણીય મૂલ્યોનું જતન કરીને તેનું રક્ષણ કરવામાં કોઈની પણ સાથે ભેદભાવ ન કરવો જોઈએ. ત્રણ દિવસીય સેમિનારના સમાપનમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં એવું કહેવામાં આવ્યું કે હાલમાં સત્તા પર કબજો જમાવી રહેલી દમનકારી રાજકીય અને સામાજિક તાકાતો ભારતીય સમુદાયના તાણાવાણાની ઉપેક્ષા કરી રહી છે. આ જાહેરનામાંમાં શૈક્ષણિક સંસ્થાનોમાં જાતિ, ધર્મને આધારે કરવામાં આવતાં ભેદભાવને અટકાવવા માટે કાયદો ઘડવાનું તથા અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ મૂકતા કાયદાઓને દૂર કરવાનું અથવા તેમાં સુધારો કરવાનું પણ આહ્‌વાન કરવામાં આવ્યું. ઠરાવમાં એવું પણ જણાવવામાં આવ્યું કે આપખુદશાહી દ્વારા સ્ટેટ પર ખતરો મંડરાઈ રહ્યો હતો પરંતુ તેને જોવામાં ભારતીય ઉદારવાદીઓ નિષ્ફળ રહ્યા હતા.