અમદાવાદ, તા.૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના પર્વ અગાઉ ૪૪ ને સબ ઈન્સપેકટર તરીકે નિમણૂંક આપવાની સાથે ચાર જેટલા આસીસ્ટન્ટ ટી.ડી.ઓને ડેપ્યુટી ટી.ડી.ઓ. તરીકે બઢતી આપવામા આવી છે.આ અંગે મળતી માહીતી અનુસાર, બુધવારના રોજ મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં છેલ્લા ઘણા સમયથી એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે નિર્ણય કરવામા આવ્યો હતો.આ અંગે મળતી માહીતી અનુસાર, બુધવારના રોજ મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં આઠ જેટલા ડેપ્યુટી એચ.ઓ.ડીને એચ.ઓ.ડી.તરીકે બઢતી આપવા અંગે કરવામા આવેલા નિર્ણયની સાથે જ એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં સ્ટાફની અછત દુર કરવા ૪૪ ઉમેદવારોને સહાયક ટીડીઓ સબ ઈન્સપેકટર તરીકે નિમણૂંક આપવામા આવી છે.જે પૈકી મધ્યઝોનમાં ૬,પૂર્વઝોનમાં ૩, નવા પશ્ચિમઝોનમાં ૭, ઉત્તર ઝોનમાં ૭,દક્ષિણ ઝોનમાં ૨ જયારે પશ્ચિમઝોનમાં ૩ સાથે અન્ય વિભાગોમાં ૧૬ સબ ઈન્સપેકટરને નિમણૂંક આપવામા આવી છે.આજ રીતે લાઈટ ખાતામા ૩ આસીસ્ટન્ટ સીટી ઈજનેર તથા ૨ આસીસ્ટન્ટ સીટી ઈજનેરને નિમણૂંક આપવામા આવી છે. એસ્ટેટ વિભાગમાં ઉમેશ અગ્રવાલને ડેપ્યુટી ટીડીઓ તરીકે મધ્યઝોનમાં, પરેશ પટેલને હાઉસીંગ સેલમાં, મનીષ માસ્ટરને ઉત્તરઝોનમાં અને ચૈતન્ય શાહને નવા પશ્ચિમ ઝોનમાં નિમણૂંક આપવામા આવી છે. શકજી સિંગાડા સામે શિક્ષાનો અમલ ચાલુ હોઈ તેમનો નિર્ણય બંધ કવરમા રાખવામા આવ્યો છે. ચૈતન્ય શાહ સામે વિજીલન્સ તપાસ ચાલુ હોવાછતાં તેમને શરતી બઢતી આપવામા આવી છે. ઉપરાંત નિલેશ બરંડાને પશ્ચિમઝોનમાંથી બદલીને દક્ષિણ ઝોનમાં અને રાજેન્દ્ર જાદવની પશ્ચિમઝોનમા બદલી કરવામા આવી છે.