Ahmedabad

AMCમાં માત્ર એક વર્ષમાં પ૦થી વધુએ નોકરી છોડી

અમદાવાદ, તા.૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમા છેલ્લા એકવર્ષથી સ્વૈચ્છીક નિવૃત્તિ લેવાનો દોર ચાલી રહ્યો છે આ પરિસ્થિતીમા ત્રણ હેલ્થ સુપરવાઈઝર અને એક આસીસ્ટન્ટ મેનેજર સહીત કુલ પાંચ લોકોએ નોકરીમાથી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ લીધી છે જે પાછળ અંગત કારણ હોવાનુ દર્શાવવામા આવ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ કોઈ પણ ફરજ ઉપર હાજર થનારા કર્મચારી કે અધિકારી માટે સ્ટેટસ હોવાની સાથે સલામત નોકરી માનવામા આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમા બહાર આવેલા કૌભાંડો તેમજ ભ્રષ્ટાચારને પગલે મોટાભાગનો સ્ટાફ સતત દબાણ હેઠળ ફરજ બજાવી રહ્યો છે આ જ કારણથી છેલ્લા એક વર્ષની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગોમા ફરજ બજાવી રહેલા ઉચ્ચ અધિકારીઓથી લઈને કલાર્ક સુધીના કર્મચારીઓએ પણ નોકરીમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ લીધી છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નગરી હોસ્પિટલ ખાતે આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હિરેન શાહે ,પબ્લિક હેલ્થ સુપરવાઈઝર તરીકે નવા પશ્ચિમઝોનમા ફરજ બજાવતા ઘનશ્યામ પટેલે,નવા પશ્ચિમઝોનમા જ પબ્લિક હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્ર સોલંકીએ તેમજ હેમંત ભટ્ટ પબ્લિક હેલ્થ સુપરવાઈઝર દ્વારા સ્વૈચ્છીક નિવૃત્તિ માગી હતી જે મંજુર પણ કરી દેવામા આવી છે આ સાથે જ અરજણભાઈ જાદવ નામના એસટીપીમા ફરજ બજાવતા એક મજુર દ્વારા પણ નોકરીમાથી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ લેવામા આવી છે.આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા ફરજ બજાવતા ૫૦ થી પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ અંગત કારણોસર નોકરી છોડી રહ્યા હોવાનુ કારણ આગળ ધરીને સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ લીધી છે.સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,નિવૃત્તિ લેનારા પૈકી મોટાભાગના રાજય સરકારના અન્ય વિભાગોમા ચાલ્યા ગયા છે તો કેટલાક વિદેશ પણ ચાલ્યા ગયા છે.